દ્વારકા તાલુકાનું ભીમગજા તળાવ તૂટે તે પહેલાં જ બે ગામ ખાલી કરાવાયા, મોટી જાનહાનિ ટળી - ભારે વરસાદના પગલે તળાવ તુટવાની શક્યતા
દ્વારકા તાલુકાનું જીવાદોરી સમાન ભીમગજા તળાવ ભારે વરસાદને પગલે ભરાઈ ગયું હતું. જેના પગલે તળાવ તૂટે તેવી શક્યતા જણાતા ભીમગજા તળાવની આસપાસના બેથી ત્રણ ગામ પર ભય તોળાઈ રહ્યો હતો.
દેવભૂમિ દ્વારકા : જિલ્લાનું જીવાદોરી સમાન તળાવ ભારે વરસાદને પગલે ભરાઇ ગયુ હતું. જેનાથી તળાવ તુટવાની શક્યતાને પગલે તળાવની આસપાસના બે થી ત્રણ ગામ પર શંકટ તોળાતુ હતું. આ તકે તાલુકાના રાજપરા અને નાગેશ્વર ગામમાં મોટી જાનહાનિ થઈ શકે તેવી શક્યતા હોવાથી તાલુકાના મામલતદાર અને તાલુકા પંચાયતના પ્રમુખ પોતાની ટીમ સાથે દોડી આવ્યા હતાં. જ્યાં સ્થળ ઉપર જ પરિસ્થિતિ જોતા તાત્કાલિક બંને ગામના નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરે જઈને સમજાવટ બાદ રાજપરા ગામના અંદાજે 1153 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.