દેવભૂમિ દ્વારકા : દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, ભાણવડ અને ખંભાળીયામાં બે - બે ઇંચ થી વધારે વરસાદ પડ્યો હતો. જેમાં ભાણવડ તાલુકામાં ભારે વરસાદથી વર્તુ 2 ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જ્યારે વરસાદના પહેલા રાઉન્ડમાં જ રાવલ ગામ પાણી પાણી થઇ ગયું હતું. તો જિલ્લાના સલાયામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ થતાં એક કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તેમજ જિલ્લાના ભાણવડ તાલુકાના મોટાગુંદા ગામે પણ અડધો કલાકમાં અનરાધાર 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ કલ્યાણપુર તેમજ આજુબાજુના તાલુકામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, ભાણવડ અને ખંભાળીયામાં બે - બે ઇંચ વરસાદ - latest news in rain Dwarka
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર , ભાણવડ અને ખંભાળીયામાં બે - બે ઇંચ થી પણ વધુ વરસાદ પડતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દ્વારકા
જ્યારે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે પણ મુશળધાર વરસાદ પડતા ભાટિયા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતાં. જેમાં હજી ભારે વરસાદ પડે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. હાલ તો ખેતરોમાં ચારે તરફ પાણી જ પાણી ભરાયા છે.