ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકામાં બાળ લગ્ન અટકાવવા માટે તાલીમ કાર્યક્રમ યોજાયો - prevent child marriages

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં સમાજ સુરક્ષા ખાતા દ્વારા ગુરૂવારે સમાજમાં થતા બાળ લગ્ન અટકાવવા માટેનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દ્વારકા તાલુકાના અનેક સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયુર મોરી દ્વારા બાળ લગ્ન થતા અટકાવી અને બાળ લગ્ન થી થતા અનેક નુકસાન અંગેની વિસ્તૃત માહિતી હતી અને બાળ લગ્નો કરાવવા એ માત્ર સામાજિક ગુન્હો નથી, પરંતુ કાનૂની ગુન્હો પણ ગણવામાં આવે છે. તે તમામ હકીકત સમજાવી હતી અને બાળ લગ્નથી બે કુટુંબો બરબાદ થઈ જાય તે અંગેની વિસ્તૃત માહિતી પણ આપી હતી.

child marriages In Devbhumi Dwarka
બાળ લગ્ન અટકાવવા માટે તાલીમ

By

Published : Jan 10, 2020, 3:23 AM IST

Updated : Jan 11, 2020, 12:52 AM IST

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા બાળ લગ્ન ઉપરાંત મહિલાઓ, વિધવાઓ, નિરાધાર બાળકો માટે સરકાર દ્વારા અનેક પ્રકારના લાભો આપવામાં આવે છે તે અંગેની વિવિધ યોજનાઓ વિશે પણ સંપૂર્ણ માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે દેવભૂમિ દ્વારકા જિલ્લા સમાજસુરક્ષા દ્વારા તમામ જ્ઞાતિના આગેવાનોને એક પ્રમાણપત્ર આપીને તાલીમમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે સમાજમાં બાળલગ્નો અટકાવવા માટે સમાજ સુરક્ષા કચેરીએ મદદ કરવાની પણ અપીલ કરી હતી.

બાળ લગ્ન અટકાવવા માટે તાલીમ
Last Updated : Jan 11, 2020, 12:52 AM IST

ABOUT THE AUTHOR

...view details