ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓખા નગરપાલિકાનો વેરો ન ભરતા વેપારીઓની મિલકતને કરાશે સીલ

દ્વારકા: તાલુકાની ઓખા નગરપાલિકાના સમુદ્ર કાંઠે આવેલા 800થી 1000 જેટલા માછીમારના નાના-મોટા વેપારીઓ વર્ષોથી પોતાનો ધંધો રોજગાર ચલાવે છે. ત્યારે આ વેપારીઓ વર્ષે લાખો રૂપિયા સરકારને હુંડીયામણ કમાઈને આપે છે. પરંતુ વાત એમ છે કે, આ માછીમારો જે સ્થળ પર પોતાના વેપાર ધંધા કરે છે, તે જ જમીન ઓખા નગરપાલિકા હદ વિસ્તારની છે.

ઓખા નગરપાલિકાનો વેરો ન ભરતા વેપારીઓની મિલકતને કરાશે સીલ

By

Published : May 19, 2019, 8:31 PM IST

ઓખા નગરપાલિકા દ્વારા આ વેપારીઓને વારંવાર લેખિત અને મૌખિક નોટીસો આપવા છતાં પણ આજ દિન સુધી મોટા ભાગના વેપારીઓ વેરો ભરતા નથી. આ અંગે લોકસભા ચૂંટણી પહેલા ઓખા નગરપાલિકા દ્વારા વેપારીઓને લેખિતમાં નોટીસ ફટકારવામાં આવી હતી.

ઓખા નગરપાલિકાનો વેરો ન ભરતા વેપારીઓની મિલકતને કરાશે સીલ

વેપારીઓ દ્વારા બાકી વેરોના ભરાતા ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા પોલીસ બંદોબસ્ત કરીને કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં વેપારીના સ્થળો પર જઈને તેના જમીનના ક્ષેત્રફળના હિસાબે હાજર દંડની વસુલી કરવામાં આવી હતી. જો કોઈ વેપારી આ દંડ ફરશે નહીં, તો તેની મિલકતને ટાંચમાં લઈને સીલ તેમજ જપ્ત કરવાની કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

આ અંગે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર સી. બી. ડુડિયાએ જણાવ્યું કે, ઓખા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અચાનક કડક કાર્યવાહી કરતા માછીમાર વેપારીઓ હરકતમાં આવી ગયા હતા. તેમજ તાત્કાલિક વેરા ભરવાની વ્યવસ્થા કરવા દોડી ગયા હતા. જ્યારે અમુક વેપારીઓ વેરા ના ભરતા નગરપાલિકા દ્વારા તેની મિલકતને સીલ મારી ટાંચમાં પણ લેવામાં હતી.

ABOUT THE AUTHOR

...view details