- કોરોના મહામારી બાદ પ્રથમ દિવાળી વેકેશનમાં દ્વારકા આવતા સહેલાણીઓ શિવરાજપુર બીચ ઉપર અવશ્ય જાય છે
- સોનેરી રેતી અને બ્લુ કલરના કુદરતી સમુદ્રના પાણીને જોઇ સહેલાણીઓ ભાવવિભોર બને છે
- ગુજરાત અને ભારત સરકારના અથાગ પ્રયાસથી આ બીચને ઇન્ટરનેશનલ બ્લુ ફ્લેગ બિચની પણ માન્યતા મળી
દેવભૂમિ દ્વારકાઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ લોકોની માનસિક હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે, ખાસ કરી બાળકો અને મહિલાઓને આ મહામારીથી અનેક માનસિક ચિંતાઓ જોવા મળી રહી છે. ત્યારે આ ચિંતાને દૂર કરવા માટે લોકો દૂરના હિલ-સ્ટેશન પર ફરવા જવાનું વિચારે છે. પરંતુ યાત્રા અને હિલ સ્ટેશન કરતા પણ પ્રકૃતિના ખોળે જવાનું નક્કી કરીને લોકો યાત્રાધામ દ્વારકા નજીક આવેલ શિવરાજપુર બીચ ઉપર પરિવાર સાથે આવે છે.
કોરોના મહામારીના દિવસોને ભૂલવા માટે દ્વારકાના શિવરાજપુર બીચ પર સહેલાણીઓ ઉમટ્યા દ્વારકાથી 11 કિલોમીટર દૂર આવેલ શિવરાજપુર બીચ ઉપર વિદેશોને પણ શરમાવે તેવો કુદરતી નજારો જોવા મળે છે
સોનેરી રેતી અને બ્લુ કલરનો આ સાગરકાંઠો ભારતની શાન છે, ગુજરાત અને ભારત સરકાર દ્વારા અથાક પ્રયાસો બાદ આ બિચને બ્લુ ફ્લેગ બિચની પણ માન્યતા મળી ચૂકી છે. બ્લુ ફ્લેગ બિચનું સર્ટિફિકેશન મળ્યા બાદ વિદેશના સહેલાણીઓ પણ ભારત તરફ વળશે અને ભારતના ટુરીઝમ વેપારને પણ ખૂબ જ ફાયદો થશે તેવુ માનવામાં આવી રહ્યું છે.
કોરોના મહામારીના દિવસોને ભૂલવા માટે દ્વારકાના શિવરાજપુર બીચ પર સહેલાણીઓ ઉમટ્યા લોકોની સુવિધાની સાથે સાથે સફાઈ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે
શિવરાજપુર બીચ ઉપર મેલ-ફિમેલ ટોયલેટ, સમુદ્રમાં સ્વિમિંગ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને પણ મૂકવામાં આવ્યો છે. શિવરાજપુર બીચ પર જિલ્લા કલેકટરની સીધી દેખરેખ નીચે એક કમિટીની રચના કરવામાં આવી છે અને અહીં લોકોની સુવિધાની સાથે સાથે સફાઈ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અહીં આવતા સહેલાણીઓને સ્વિમિંગ કરવા માટે શિક્ષિત લાઇફ ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા આ બીચ ઉપર સૂર્યપ્રકાશ આધાર લાઇટનો ઉપયોગ કરી અને વીજ બિલમાં પણ રાહત મળે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. લાખો રૂપિયા ખર્ચીને વિદેશ યાત્રા કરનારા સહેલાણીઓ ખૂબ જ નજીવા ખર્ચે દ્વારકકાના આ શિવરાજપુર બીચ ઉપર આવીને કુદરતની આ પ્રકૃતિને નિહાળીને વિદેશને પણ ભૂલી જાય છે.
કોરોના મહામારીના દિવસોને ભૂલવા માટે દ્વારકાના શિવરાજપુર બીચ પર સહેલાણીઓ ઉમટ્યા