- કોરોનાનાં કેસમાં ઘટાડો થતાં સાપુતારા ધમધમતું થયું
- વરસાદ બાદ સાપુતારામાં લીલોતરી છવાઈ
- શનિ- રવિની મઝા માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા
ડાંગ : કોરોનાની બીજી લહેરમાં પ્રવાસન સ્થળ સાપુતારા ઠપ્પ બન્યુ હતુ. જેથી સાપુતારા ( Saputara hill station ) ના સ્થાનિકોનો ધંધો રોજગાર પડી ભાંગ્યો હતો. જે બાદ હાલમાં કોરોનાની બીજી લહેર શાંત થતા શહેરીજનો પ્રકૃતિનાં ખોળા તરફ વળી રહ્યા છે.
વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતાં સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ( Saputara hill station ) ખાતેનાં સ્થળોએ હાલમાં ચોમાસાની ૠતુનાં શરૂઆતમાં જ લીલોતરી છવાઈ ગઈ છે. જેના પગલે અહીંના સમગ્ર સ્થળો કુદરતી સૌંદર્યની સાથે મધમધી ઉઠ્યા છે. શનિવારના રોજ ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી મહોલે વિરામ લીધો હતો. શનિવારે ગિરિમથક સાપુતારા ( Saputara hill station )નાં ટેબલપોઈન્ટ, ઈકોપોઈન્ટ, સ્વાગત સર્કલ સહિત બાગ બગીચાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. આ સાથે ગિરિમથક સાપુતારાની હોટલ પણ હાઉસફૂલ થઇ ગઇ હતી.
આ પણ વાંચો -