- બનાવની ગંભીરતા લઈને મીઠાપુર પોલીસે ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ.ની ટીમને બોલાવી
- 7 તોલા સોનાના દાગીના અને 60,000 જેટલી રોકડ રકમ બચી ગઈ.
દ્વારકાઃ તાલુકાના સુરજ કરાડી ગામે નિવૃત્ત જીવન ગાળતા વૃદ્ધના ઘરેથી ધોળા દિવસે માત્ર સવા કલાકમાં 2 લાખ 15 હજારના સોનાના દાગીના અને 30,000 જેટલી રોકડ રકમની ચોરી થઇ હતી. જેથી મીઠાપુર પોલીસે ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ.ની ટીમને બોલાવી તપાસ શરૂ કરી હતી.
દ્વારકા તાલુકાના સુરજકરાડી ગામે રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા રણછોડભાઈ નકુમ માત્ર સવા કલાક માટે પોતાના સંબંધીને ત્યાં બેસવા ગયા હતા, ત્યારે પાછળથી પાછલા દરવાજાનું તાળું ખોલીને ચોર ઘરમાં પ્રવેશીને ઘરનો તમામ સામાન અસ્તવ્યસ્ત કરી લાકડાના કબાટમાંથી 2 લાખ 15 હજારના સોનાના દાગીના અને રૂપિયા 30 હજાર જેટલી રોકડ રકમ ચોરીને નાસી છૂટ્યો હતો.