દેવભૂમિ દ્વારકા: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાઈરસની અસર ભારતના તમામ રાજ્યોમાં જોવા મળી છે. ગુજરાતમાં પણ દર્દીઓની સંખ્યામાં રોજ વધારો જોવા મળે છે સરકાર કોરોના વાઈરસની તકેદારીરૂપે અનેક પગલાં લે છે, પરંતુ લોકોમાં હજી આ વાઇરસની ગંભીરતા નથી તેવું લાગી રહ્યું છે.
મહારાષ્ટ્રથી આવેલા યુવાનને તાવ અને સુકી ખાંસી હોવાથી ખંભાળિયા રિફર કરાયો - dwarkanews
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાવાયરસની અસર ભારતમાં સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ 63 કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાં મહારાષ્ટ્રથી આવેલા યુવાનને તાવ અને સુકી ખાંસી હોવાથી કોરોનાના લક્ષણો જણાતા ખંભાળિયા રિફર કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રથી ટ્રકમાં બેસીને આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડી ગામનો યુવાન ગુજરાત પહોચ્યો હતો. ત્યારે દ્વારકા તાલુકા હેલ્થ વિભાગની આશાવર્કર બહેનો દ્વારા યુવકને ચેક કરતાં યુવાનના શરીરમાં તાવ અને ઉધરસ જોવા મળતાં યુવાનને તરત જ દ્વારકા તાલુકા હેલ્થ વિભાગમાં લાવવામાં આવ્યો હતો.
દ્વારકા તાલુકાના હેલ્થ ઓફિસર અંકિતાબેન ગોસ્વામી દ્વારા આ. યુવાનની તમામ હકીકત જાણીને યુવાનને ખંભાળીયા ખાતે મેડિકલ ચેકઅપ માટે મોકલી આપવામાં આવ્યો હતો. યુવાનના પરિવારને પણ છેલ્લા બે દિવસથી હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે.