દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો - r village of Dwarka taluka.
દ્વારકાઃ સરકારના પાંચમાં તબક્કાની સેવા સેતુ કાર્યક્રમનો પ્રથમ પ્રોગ્રામ દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે યોજાઈ ગયો હતો. જેમાં સાત ગામોને સમાવેશ કરવામાં આવ્યા હતાં. જેમાં શિવરાજપુર વરવાળા, મકનપુર, મોજપ, બાટીસા, ટોબર અને મેવાસાનો સમાવેશ થાય છે
દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને સરકારી કચેરીઓનો ઉપર જવાને બદલે તેના પોતાના ગામના ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે છે. જેમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ ,જાતિ અંગેનું પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રમાં વાત્સલ્ય કાર્ડ, માં અમૃત કાર્ડ તેમજ આરોગ્ય વિવિધ બેંકોને લગતી માહિતી એસ.ટી અને આર.ટી.ઓ વિભાગની માહિતી પણ શિવરાજપુર ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં આપવામાં આવી હતી.