ગુજરાત

gujarat

ETV Bharat / state

મુન્દ્રા બંદરેથી નીકળેલું જહાજ ઓખા નજીક ડૂબ્યું, ઓખા કોસ્ટ ગાર્ડે 12 ક્રૂ મેમ્બરને બચાવ્યા - Okha Coast Guard rescues 12 crew members

કચ્છ જિલ્લામાં આવેલા મુન્દ્રા બંદરેથી કૃષ્ણ સુદામા માલવાહક જહાજ નીકળ્યું હતું. જે ઓખાથી 10 નોટીકલ માઇલ દુર ડૂબી ગયું હતું. આ જહાજના 12 ક્રૂ મેમ્બરને ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.

okha coat gard
okha coat gard

By

Published : Sep 27, 2020, 3:31 PM IST

કચ્છ: કચ્છ જિલ્લામાં આવેલા મુન્દ્રા બંદરેથી કૃષ્ણ સુદામા માલવાહક જહાજ નીકળ્યું હતું. જે ઓખાથી 10 નોટીકલ માઇલ દુર ડૂબી ગયું હતું. આ જહાજના 12 ક્રૂ મેમ્બરને ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.

ભારતીય તટરક્ષકદળે કૃષ્ણ સુદામા જહાજમાં ફસાયેલા 12 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કરી તેમને બચાવી લીધા છે. MSV કૃષ્ણ સુદામા 26 સપ્ટેમ્બરના રોજ મુંદ્રાથી 905 ટન ચોખા અને ખાંડનો જથ્થો લઇને જીબુતી જવા માટે રવાના થયું હતું.

12 ક્રૂ મેમ્બર્સને ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા

26 સપ્ટેમ્બર 20ના રોજ રાત્રે 9 કલાકે ઓખા ખાતે ભારતીય તટરક્ષક દળને માહિતી મળી હતી કે, ઓખાના દરિયાકાંઠાથી લગભગ 10 નોટિકલ માઇલ દૂર MSV કૃષ્ણા સુદામા જહાજમાં પાણી ઘૂસી રહ્યું છે. ત્યારબાદ તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધવામાં આવ્યું હતું. જેમાં તટરક્ષક દળનું C-411 જહાજ ઓખાથી જવા માટે રવાના થયું હતું. C-161 મુંદ્રાથી રવાના થયું હતું અને નજીકના વિસ્તારમાં રહેલા MV સધર્ન રોબિનને વધુ સહાય માટે મોકલવામાં આવ્યું હતું.

તટરક્ષક દળનું જહાજ C-411 સધર્ન રોબિન દ્વારા સૂચિત કરવામાં આવેલી જગ્યાની નજીકમાં પહોંચ્યું હતું અને આ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. સંપૂર્ણ વિસ્તારમાં શોધખોળ કર્યા પછી C-411 જહાજને 12 ક્રૂ મેમ્બર લઇ જતું ક્રાફ્ટ મળી આવ્યું હતું. જેઓ પાણીમાં ડુબી રહેલા MSV કૃષ્ણ સુદામા જહાજમાંથી નીકળી ગયા હતા. તટરક્ષક દળના જહાજ C-411 દ્વારા હિંમતપૂર્ણ ઓપરેશન હાથ ધરીને રાત્રીનો સમય, આસપાસમાં તરતી જોખમી ચીજો અને પ્રતિકૂળ હવામાન જેવી પડકારજનક સ્થિતિમાં તમામ 12 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હતા.

મુન્દ્રા બંદરેથી નીકળેલું જહાજ ઓખા નજીક ડૂબ્યું, ઓખા કોસ્ટ ગાર્ડે 12 ક્રૂ મેમ્બરને બચાવ્યા

બચાવી લેવામાં આવેલા તમામ 12 ક્રૂ મેમ્બરને ઓખા લાવવામાં આવ્યા હતા અને તેમને સલામત છે. તટરક્ષક દળનું જહાજ C-161 આ વિસ્તારમાં દેખરેખ રાખી રહ્યું છે અને ડુબેલા જહાજમાંથી કોઈપણ સંભવિત ઇંધણના લિકેજના કારણે સંભવિત ઓઇલ પ્રદૂષણને રોકવા માટે પ્રયાસો કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details