વરસાદ પાછો ખેચાતાં દ્વારકામાં મુસ્લિમ સમાજે ઈદગાહમાં વરસાદ માટે દુઆ પઢી - Gujarati news
દેવભૂમિ દ્વારકા: જિલ્લાનામાં વરસાદની તંગીને કારણે જનજીવન ખોરવાયું છે. ત્યારે ખંભાળિયા તાલુકામાં મુસ્લિમ સમાજે નમાઝ પઢી લોકહિત માટે દુઆ કરી હતી.
![વરસાદ પાછો ખેચાતાં દ્વારકામાં મુસ્લિમ સમાજે ઈદગાહમાં વરસાદ માટે દુઆ પઢી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3891031-thumbnail-3x2-dwk.jpg)
વરસાદ પાછો ખેચાતાં દ્વારકામાં મુસ્લિમ સમાજે ઈદગાહમાં વરસાદ માટે દુઆ પઢી
ખંભાળીયાના મુસ્લિમ સમાજ દ્વારા વરસાદ માટે દુઆ કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ હાજર રહ્યા હતા. ખંભાળીયાના ભટ્ટી ચોકથી હાજી ઘસેડીયા ઇદગાહ સુધી મુસ્લિમ સમાજના લોકોએ ખુલ્લાં પગે અને માથા પરથી ટોપી વિના ઈદગાહ સુધી પહોંચ્યા હતા. ઈદગાહ ઉપર મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ જિલ્લામાં સારો વરસાદ થાય તેના માટે દુઆ પઢી હતી.
વરસાદ પાછો ખેચાતાં દ્વારકામાં મુસ્લિમ સમાજે ઈદગાહમાં વરસાદ માટે દુઆ પઢી