ભારત સરકારના ભારત સરકારના CAA અને NRC કાયદા લાગુ કરવાના વિરોધમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ગામોના મુસ્લિમો તેમજ અમુક દલિત આગેવાનોએ દ્વારકા ખાતે આવેલા હેલીપેડ ઉપર એકઠા થઈ અને મહાત્મા ગાંધી અને ડોક્ટર ભીમ રાવ આંબેડકરની તસ્વીરો સાથે મૌન રેલી કાઢીને દ્વારકાના ST રોડ, રબારી ગેટથી દ્વારકા પ્રાંત અધિકારીની કચેરી આવી અને દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
ભારત સરકારના CAA અને NRC કાયદો લાગુ કરવાના વિરોધ કરી આવેદનપત્ર આપ્યું - dwarka samachar
દેવભૂમિ દ્વારકાઃ ભારત સરકારના CAA અને NRC કાયદો લાગુ કરવાના વિરોધમા દ્વારકા તાલુકાના 42 ગામોના મુસ્લિમો અને અમુક દલીત આગેવાનોએ બહોળી સંખ્યામાં મૌન રેલી કાઢી દ્વારકા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.
ભારત સરકારના CAA અને NRC કાયદો લાગુ કરવાના વિરોધ કરી આવેદન પત્ર આપ્યું
રેલીમાં અંદાજે 3 થી 4 હજાર જેટલા લોકો જોડાયા હતા. રેલીમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે તકેદારીથી દ્વારકા જિલ્લાના DYSP-3 ,PI- 2 ,PSI.તેમજ SRP નો બંદોબસ્ત ગોઠવાયો હતો.