ગુજરાત

gujarat

ETV Bharat / state

બાર જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવનું શ્રાવણ માસમા અનેરો મહિમા - નાગેશ્વર

દ્વારકાઃ ભારતના બાર જ્યોતિર્લિંગોમાંથી ગુજરાતમાં બે જ્યોતિર્લિંગો બિરાજમાન છે. એક સોમનાથ જ્યોતિર્લિંગ અને બીજું છે નાગેશ્વર મહાદેવ. તો આજે શ્રાવણ માસના પાવન પર્વે અમે તમને જણાવીશું નાગેશ્વર મહાદેવ વિશે...

નાગેશ્વર મહાદેવ

By

Published : Aug 15, 2019, 11:03 AM IST

દ્વારકાથી માત્ર 16 કિલોમીટર દૂર આવેલું દારુકાવન માં નાગેશ્વર જ્યોતિર્લિંગ બિરાજમાન છે. એક લોકવાયિકા મુજબ વર્ષો પહેલા દારુકા નામના રાક્ષસનો અહીં ખુબ જ ત્રાસ હતો જ્યારે લોકોએ ભગવાન શિવની ભક્તિ કરી અને ભગવાન શિવને દ્વારકાના રાક્ષસના ત્રાસમાંથી મુક્તિ અપાવવા વિનંતી કરી હતી, ત્યારે ભગવાન શિવે પોતાના ભક્તોની રક્ષા કરવા માટે અહીં આવે અને દારૂકા રાક્ષસનો વધ કર્યો ત્યારથી આ સ્થળને દારૂકાવન અને ભગવાન શિવના યાદમાં સ્થળને નાગેશ્વર તરીકે ઓળખાય છે. અહીં આવતા ભક્તોને નાગેશ્વર મંદિરમાં ખૂબ જ આસ્થા છે. અહીં રાજ્યના જ નહીં પરંતુ દેશ-વિદેશથી પણ ભક્તો દર્શનાર્થે આવે છે.

બાર જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ

નાગેશ્વર મંદિરે શ્રાવણ માસમાં વહેલી સવારે પાંચ વાગ્યે ભગવાન શિવની પૂજા અર્ચના કરીને 6 વાગ્યે શૃંગારના દર્શન થાય છે. ખાસ કરીને શ્રાવણ પર્વ પર શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવીને ધન્યતા અનુભવે છે.

ABOUT THE AUTHOR

...view details