ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકાના પૂર્વ ધારાસભ્યએ ખેડૂતોના પ્રશ્નોને લઈને મુખ્યપ્રધાનને કરી રજૂઆત - Chief Minister on the issues of farmers

રાજ્ય સહિત જિલ્લાઓમાં અનેક વાર ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે, ત્યારે તેવો જ પ્રશ્ન દ્નારકાના ખેડૂતોનો છે જેના પગલે પૂર્વ ધારાસભ્યએ મુખ્ય પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે.

પૂર્વ ધારાસભ્યએ ખેડૂતોના પ્રશ્નો લઈને મુખ્ય પ્રધાનને કરી રજૂઆત
પૂર્વ ધારાસભ્યએ ખેડૂતોના પ્રશ્નો લઈને મુખ્ય પ્રધાનને કરી રજૂઆત

By

Published : Jul 13, 2020, 7:35 PM IST

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ વચ્ચે ખેડૂતના ખેતરોનું પણ ઘોવાણ થઇ ગયુ છે. જેના પગલે જિલ્લાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ખેડૂતોની વ્હારે આવ્યા છે.

પૂર્વ ધારાસભ્યએ ખેડૂતોના પ્રશ્નો લઈને મુખ્ય પ્રધાનને કરી રજૂઆત

ઉલ્લખનિય છે કે રાજ્ય સહિત જિલ્લામાં થોડા સમય પહેલા ભારે માત્રામાં વરસાદ પડ્યો હતો. જેના પગલે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કારણ કે ભારે વરસાદને પગલે ખેડૂતોના ખેતરો પાણીમાં ઘોવાઇ ગયા છે અને આ વચ્ચે ખેડૂતોનો મહામુલો પાક પણ ઘોવાઇ ગયો છે. પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકએ ખેડૂતોની મુશ્કેલીઓ અને પ્રશ્નને લઇને મુખ્ય પ્રધાનને લેખિતમાં રજૂઆત કરી છે.

ABOUT THE AUTHOR

...view details