ગુજરાત

gujarat

ETV Bharat / state

Dwarka Jagat Mandir Flag: વીજળી પડ્યા બાદ નિયતસ્થાને ધજાનું આરોહણ થયું, ભકતોમાં હર્ષોલ્લાસ છવાયો - ધજા

ગત સપ્તાહે દ્વારકાના જગતમંદિરમાં પડેલી વીજળીના કારણે ( Dwarka Jagat Mandir Flag ) મંદિર પર ફરકતી ધજાને નુકસાન થયું હતું. જે બાદ ધજાસ્થંભની પાટલીનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, તેથી ધજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી રહી હતી. ત્યારે આજે ફરી ધજાનું નિયતસ્થાને આરોહણ કરવામાં આવ્યું છે.

Dwarka Jagat Mandir Flag: નિયતસ્થાને ધજાનું આરોહણ થયું, ભકતોમાં હર્ષોલ્લાસ છવાયો
Dwarka Jagat Mandir Flag: નિયતસ્થાને ધજાનું આરોહણ થયું, ભકતોમાં હર્ષોલ્લાસ છવાયો

By

Published : Jul 19, 2021, 4:26 PM IST

  • જગત મંદિર પર નિયતસ્થાને ધ્વજા ચડાવાઈ
  • વીજળી પડતાં ધજાને થયું હતું નુકસાન
  • 52 ગજની ધજા અડધી કાઠીએ હતી

    દ્વારકાઃ દ્વારકા મંદિર પર વીજળી પડવાથી ધજાસ્થંભની પાટલીને ( Dwarka Jagat Mandir Flag ) નુકશાન થતાં આસ્થાનું પ્રતીક એવી 52 ગજની ધજા અડધી કાઠીએ ચડાવવામાં આવતી હતી. ધજાસ્થંભના ( Dwarka Jagat Mandir Flag ) નુકશાન બાદ 15 જેટલા અનુભવી કારીગરો દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. મંદિર પર ત્રણ દિવસ અડધી કાઠીએ ધજા ચડાવ્યા બાદ હવે નિયતસ્થાન પર ધજા આરોહણ કરવામાં આવ્યું છે.

    ગત મંગવારે જગત મંદિરના ધજાસ્થંભ પડી હતી વીજળી

    દ્વારકામાં ગત મંગળવારે ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો ત્યારે જગત મંદિરના ધજાસ્થંભ ( Dwarka Jagat Mandir Flag ) પર વીજળી પડી હતી. જોકે મંદિરને કોઈ પણ જાતનું નુકસાન થયું નથી.

આ પણ વાંચોઃ કુદરતનો પ્રકોપ દ્વારકાધીશે લીધો પોતાને શિરે , મંદિર પર વીજળી પડતા ધજાને થયું નુકસાન



જગત મંદિર પર બાવન ગજની ધજાનું આરોહણ કરવામાં આવે છે. આ ધજા દિવસમાં પાંચ વખત એક નવી ધજા દ્વારા બદલવામાં આવે છે. નવી ધજા ( Dwarka Jagat Mandir Flag ) ખરીદીને તેને લહેરાવવા માટે ભક્તો મોટી રકમ ચૂકવે છે. જે ખાતા પર પ્રાપ્ત થયેલ નાણાં મંદિરના સંચાલન અને જાળવણી ખર્ચને પૂરા કરવા માટે મંદિરના ટ્રસ્ટ ફંડમાં જમા થાય છે.

મંદિર પર ધજારોહણ ( Dwarka Jagat Mandir Flag ) થતાં ભક્તો ભાવવિભોર

દ્વારકાનું જગતમંદિર એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રીકૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા 'દ્વારકાના રાજા' નામથી પૂજાય છે. આ મંદિર ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. પાંચ માળ ધરાવતું આ મંદિર 72 થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજમંદિર તરીકે ઓળખવામાં આવે છે.

કોરોનાકાળમાં લાંબો સમય મંદિર રહ્યું હતું ત્યારે થોડા દિવસોથી મંદિર ફરીથી ખુલ્લું મૂકાતાં ભક્તોનો પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ દ્વારકા મંદિર પર વીજળી પડવાની ઘટના બાદ સાંભળો ધજાના મહાત્મ્ય વિશે મંદિર પૂજારીએ શું કહ્યું?

ABOUT THE AUTHOR

...view details