યાત્રાધામ દ્વારકાને પોતાની કર્મભૂમિ બનાવનાર ભગવાન શ્રીકૃષ્ણમાં નેપાળના લોકો માને છે અને તેના ઉપર શ્રદ્ધા રાખે છે અને માટે જ નેપાળના હિંદુ બ્રાહ્મણ અને ક્ષત્રિય પરિવાર દ્વારા દ્વારીકામાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેપાળના પરિવારે દ્વારકામાં ભાગવત સપ્તાહનું આયોજન કર્યું - દ્વારીકામાં ભાગવત સપ્તાહ
દેવભૂમિ દ્વારકા: વિશ્વમાં બહુ ઓછા રાષ્ટ્ર 100 ટકા હિન્દુ રાષ્ટ્ર તરીકે ખ્યાતિ પામ્યા છે. જેમાં ભારત અને નેપાળે વર્ષોથી હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખી છે. ભારતના તમામ દેવી દેવતાઓને નેપાળના લોકો પણ માને છે અને પૂજા અર્ચના પણ કરે છે.
ભાગવત સપ્તાહ
સાત દિવસની આ ભાગવત સપ્તાહમાં ભગવાન દ્વારકાધીશના જીવન પર કથા વાંચન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પવિત્ર ગોમતી ઘાટમાં સ્નાન કરીને પોતાને ધન્યતા અનુભવતું આ નેપાળી પરિવાર આવનાર દિવસોમાં હિન્દુ સંસ્કૃતિના પ્રચાર અર્થે સમગ્ર ભારતમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવાની ઈચ્છા ધરાવે છે.