ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાળિયામાં વર્ષોથી થયેલા વિકાસના કામોનું લોકોર્પણ હજી સુધી નથી થયું - Development works done over the years

ખંભાળિયામાં સાત વર્ષ પહેલા 36 લાખના ખર્ચે બનેલ અદ્યતન શાક માર્કેટ લોકાર્પણ વિના ધૂળ ખાઈ રહ્યું છે. જ્યારે શાકભાજીના ધંધાર્થીઓ રોડ પર ધંધો કરવા મજબૂર બનતા જાય છે.

ખંભાળીયા શાકમાર્કેટ
ખંભાળીયા શાકમાર્કેટ

By

Published : Jan 28, 2021, 1:58 PM IST

  • 36 લાખના ખર્ચે અદ્યતન સુવિધાવાળું શાકમાર્કેટ
  • માર્કેટના તાળા 8 વર્ષથી નથી ખૂલ્યા
  • શાકભાજી ધંધાર્થીઓને રોડ પર શાક વેચવું પડે છે

ખંભાળિયા (દેવભૂમિ દ્વારકા) :મેટ્રો શહેરોની જેમ હવે ખોબા જેવડા ખંભાળિયામાં પણ ટ્રાફિક વધી રહ્યો છે. ઠેર-ઠેર રોડ રસ્તાઓ પર દબાણ, પાથરણાવાળા અને શાકભાજીવાળા ધંધા માટે બેઠા હોય છે. શાકભાજીના ધંધાર્થીઓને રોડ રસ્તાઓ પર ઠેર-ઠેર ધંધા માટે છુટા છવાયા ના રખડવું પડે અને નગરજનોને પણ એક જ જગ્યાએથી શાકભાજી મળી રહે, તેવા હેતુથી વર્ષ ૨૦૧૩માં ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં નગરપાલિકાએ રૂપિયા 36 લાખને ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે શાકમાર્કેટ બનાવી હતી. જે શાકમાર્કેટ તૈયાર થયાના 7 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાંય હજુ સુધી શાક માર્કેટના તાળા જ ખુલ્યા નથી. નવીનકોર શાક માર્કેટ બની ત્યારથી બંધ પડી છે. શાકભાજી ધંધાર્થીઓને રોડ રસ્તા અને શેરીઓમાં રજળપાટ કરવો પડે છે. નગરજનોની સુવિધા અને ધંધાર્થીઓના સુખાકારીમાટે બનાવાયેલ આ માર્કેટનું હવે જો લોકાર્પણ થાય તો ગામમાં જૂની શાક માર્કેટ જવામાં લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે તેમાં પણ રાહત મળી શકે તેમજ નગરજનો વેપારીઓને સુવિધા મળી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details