દેવભૂમિ-દ્વારકાઃ દ્વારકામાં કોરોનાના કેસો(Corona Cases in Dwarka) વધતા કલેકટરે દ્વારકાધીશ મંદિર તેમજ સિવિલ હોસ્પિટલમાં(Surprise Checking at Dwarka Civil Hospital) અચાનક મુલાકાત લઈ સ્થિતિની તાગ મેળવ્યો હતો. દ્વારકાધીશ મંદિર ખાતે ભીડ ઓછી થાય તેમજ કોવિડ ગાઈડલાઈનનુંં પાલન થાય તે અંગે વ્યવસ્થા હાથ ધરવા સૂચના આપી હતી.
દ્વારકા જિલ્લાના લોકોને કોરોના મુક્ત અંગે આહવાન કર્યું
સિવિલ હોસ્પિટલ ખાતે નવી RTPCR ટેસ્ટિંગ લેબ અને નવો ઓક્સિજન પ્લાન મંજુર થઈ ગયો હોવાની લોકોને જાણ કરી હતી. ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ દ્વારા દ્વારકા જિલ્લાને કોરોના મુક્ત કરવા તમામ લોકોને સાથ સહકાર આપવા આહવાન કર્યું હતું. કલેકટર મુકેશ પંડ્યા(Collector of Dwarka) દ્વારા દ્વારકા હોસ્પિટલમાં ચેકીંગ(Checking at Dwarka Hospital) હાથ ધરી જરૂરી સૂચનો અધિકારીઓને આપ્યા હતા.