- દ્વારકામાં દર વર્ષે હજારોની સંખ્યામાં કુંજ પક્ષીઓ આવે છે
- ભાણવડ તાલુકાના ખેતરોમાંથી 10 કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા
- પ્રાથમિક તપાસમાં ફૂડ પોઇઝિંગને કારણ આવ્યું સામે
દ્વારકાના ભાણવડ વિસ્તારમાં કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા - Death due to food poisoning
દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામના વાડી વિસ્તારમાંથી એક સાથે 10 કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ બનાવની જાણ થતાં રેન્જ ફ્લેરેસ્ટ અને ભાણવડ પશુ ચિકિત્સક દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમીક અનુમાનમાં ફૂડ પોઇઝિંગને કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા : ભાણવડ સહિત દ્વારકા પંથકમાં દર વર્ષે હજારોની સંખ્યામાં કુંજ પક્ષીઓ આવી પહોંચે છે. ત્યાં આ વર્ષે શિયાળાની મોસમ શરૂ થઇ ત્યારથી જ કુંજ પક્ષીઓ આવી પહોંચ્યા છે. ત્યારે ભાણવડ તાલુકાના વેરાડ ગામની વાડી વિસ્તારમાં આવેલ ખેતરોમાં અલગ-અલગ જગ્યાએથી 10 કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવ અંગે વેરાડ ગામના સરપંચે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ભાણવડ ફેરેસ્ટ અધિકારી કે.એલ.ચાવડા અને ભાણવડ પશુ ચિકિત્સક અધિકારી આંબલીયા સ્ટાફ સાથે વેરાડ ગામે સ્થળ પર પહોંચ્યા હતા. આજુબાજુના ત્રણ ખેતરોમાં પડેલ 10 કુંજ પક્ષીઓની તપાસ હાથ ધરી હતી. આ બાબતે ભાણવડ RFO ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક લક્ષણો જોતા આ કુંજ પક્ષીઓને ફૂડ પોઇઝિંગને કારણે મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.