ગુજરાત

gujarat

ETV Bharat / state

કોના પૈસે દિવાળી : રોડ પહોળો કરવાની કામગીરીમાં 65 કલાત્મક છત્રીઓ પર બુલડોઝર ફેરવાયું - કલાત્મક છત્રી

યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર પાસેની જાહેર રસ્તાની ગીચતાને ધ્યાનમાં રાખીને યાત્રિકોની અવરજવર તથા ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈને JCP સહિતના યાંત્રિક વાહનો સાથે નડતરરૂપ પાકા બાંધકામો તથા હંગામી સ્ટ્રકચરને દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં ધીરુભાઈ અંબાણી માર્ગ પરના જગતમંદિર પ્રવેશ માટે કલાત્મક રીતે તૈયાર કરાયેલી 65 છત્રીઓને હટાવવામાં આવી હતી.

બુલડોઝર
બુલડોઝર

By

Published : Jan 24, 2021, 4:29 PM IST

  • દ્વારકામાં રોડ પહોળો કરવાની કામગીરી
  • 65 કલાત્મક છત્રીઓ પર બુલડોઝર ફેરવાયું
  • ટ્રાફિક જોતા રસ્તો પહોળો કરવાની કામગીરીમાં નડતરરૂપ થતા હટાવાઇ

દેવભૂમિ દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર પાસેની જાહેર રસ્તાની ગીચતાને લીધે યાત્રિકોની અવરજવર તથા ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર ડૉ. નરેન્દ્રકુમાર મીનાની સૂચનાથી દ્વારકા પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા, મામલતદાર એસ. એસ. કેશવાલા તથા નગરપાલિકા તંત્ર દ્વારા JCP સહિતના યાંત્રિક વાહનો સાથે નડતરરૂપ પાકા બાંધકામો તથા હંગામી સ્ટ્રકચરને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

65 કલાત્મક છત્રીઓ પર બુલડોઝર ફેરવાયું

આ સાથે જ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરાયેલા વિકાસકાર્યો પૈકીના એક એવા ધીરુભાઈ અંબાણી માર્ગ પરના જગતમંદિર પ્રવેશ માટે કલાત્મક રીતે તૈયાર કરાયેલી 65 છત્રીઓને પણ હાલનો ટ્રાફિક જોતા રસ્તો પહોળો કરવાના કામમાં નડતરરૂપ ગણીને હટાવવામાં આવી હતી.

છત્રીઓને નડતરરૂપ ગણી તોડી પાડવામાં આવતા સ્થાનિકોમાં રોષ

પ્રજાના ટેક્સના પૈસે કરોડો રૂપિયાના ખર્ચે થયેલા વિકાસના કાર્યો પૈકીના કલાત્મક પિલરોને સરકારી વિભાગ દ્વારા જ થોડા વર્ષોમાં નડતરરૂપ ગણી તોડી પડાતા સ્થાનિકોમાં રોષ સાથે ગણગણાટ શરૂ થયો છે.

ABOUT THE AUTHOR

...view details