ગુજરાત

gujarat

By

Published : Mar 30, 2021, 7:43 PM IST

ETV Bharat / state

ખંભાળિયા નગરપાલિકાનું 2.57 કરોડનું બજેટ રજૂ કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકાનું વર્ષ 2021-22નું 2.57 કરોડનું પૂરાંત વાળું વિકાસલક્ષી અંદાજપત્ર ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમારની અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર અને પદાધિકારીઓની હાજરીમાં સામાન્ય સભામાં બજેટ રજૂ કરાયું હતું જે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું.

budget
ખંભાળીયા નગર પાલિકાનું 2.57 કરોડનું બજેટ રજૂ કરાયું

  • દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નગરપાલિકામાં રજૂ કરાયું બજેટ
  • મુખ ભાવનાબેન પરમારની અધ્યક્ષ સ્થાને રજૂ થયુ બજેટ
  • વર્ષ 2021-22નું 2.57 કરોડનું બજેટ


દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકામાં મંગળવારે નવનિયુક્ત પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમારની અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં ચીફ ઓફિસર અને અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે ખંભાળિયા નગરપાલિકાનું વર્ષ 2021-22 નું 2.57 કરોડનું પૂરાંતલક્ષી અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

ખંભાળીયા નગર પાલિકાનું 2.57 કરોડનું બજેટ રજૂ કરાયું

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાનીનગરપાલિકમાં રજૂ થયું બજેટ

તાજેતરમાં જ યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને ખંભાળિયા નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠક માંથી 26 બેઠક ભાજપના ફાળે ગઈ હતી ત્યારે મંગળવારે પ્રથમ સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં કોઈ નવા કરવેરા નથી મુકવામાં આવ્યા અને જૂના કરવેરાના દરમાં પણ કોઈ વધારો ન કરી સામાન્ય લોકોને વધારાનો કરવેરો ન મૂકી તમામ લોકોને ધ્યાનમાં રાખીને પૂરાંત લક્ષી બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : દ્વારકામાં હોળી-ધુળેટીના તહેવાર નિમિતે ત્રણ દિવસ દ્વારકાધીશ જગત મંદિર પ્રવેશ પર પ્રતિબંધ

ક્યા વિભાગને મળ્યા કેટલા પૈસા

જાહેર બાંધકામ માટે 41.74 કરોડ, વોટર વર્ક્સ માટે 3.24 કરોડ, પબ્લિક હેલ્થ અને સેનિટેશન માટે 1 કરોડ, જાહેર આરોગ્ય માટે 21 લાખ, જનરલ એડમિનિસ્ટ્રેશન માટે 2.74 કરોડ, ઉત્સવો અને સમારંભ માટે 5 લાખ, અન્ય મળી કુલ 64.13 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે વર્ષ 2020-21ની ઉઘડતી સિલક 25.79 કરોડ અને વર્ષ 2021-22ની અંદાજિત ઉપજ 40.91 કરોડ મળી 66.70 કરોડનું અંદાજપત્ર રૂપિયા.2,57,68,939ની અંદાજિત સિલક સાથેનું મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારે મહત્વનું છે કે ઉપજમાં હાઉસ ટેક્સ, સફાઇવેરો, વોટર ટેક્સ, શો ટેક્સ, મકાન જમીન ટેક્સ, અન્ય ટેક્સનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે જન્મ મરણ નોંધણી ફી, વ્યવસાય વેરા ફી, ટેન્ડર ફી, મિલકત ટ્રાન્સફર ફી, જમીન ભાડા ફી, શાકમાર્કેટ ભાડા ઉપજ, તેમજ જુદી જુદી ગ્રાન્ટ જેવી કે ધારાસભ્ય ગ્રાન્ટ, સંસદ સભ્ય ગ્રાન્ટ, સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ, વ્યવસાય વેરા ગ્રાન્ટ, 15મુ નાણાંપંચ યોજના ગ્રાન્ટ, જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટ સહિત નલ સે જલ યોજના માટેની ખાસ ગ્રાન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આજ રોજ વિકાસલક્ષી અંદાજપત્ર ખંભાળિયા નગરપાલિકાના સભા ખંડમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details