ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકા તાલુકાના ભીમરાણા ગામમા કોરોના કેસ બાદ ગામનાનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો

દ્વારકા તાલુકાના ભીમરાણા ગામમા કોરોના કેસ બાદ ગામનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે. તાલુકા આરોગ્ય વિભાગની 26 ટીમ ભીમરાણા ગામે ચેકઅપ માટે મુકવામાં આવી છે. જ્યારે ભીમરાણા ગામના ઉપસરપંચ દ્વારા સરકારને યોગ્ય સગવળ પુરી પાડવા રજૂઆત કરવામાં આવી છે.

દ્વારકા તાલુકાના ભીમરાણા ગામમા કોરોના કેસ બાદ ગામનાનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો
દ્વારકા તાલુકાના ભીમરાણા ગામમા કોરોના કેસ બાદ ગામનાનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો

By

Published : Jul 19, 2020, 10:51 PM IST

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ભીમરાણા ગામમાં કોરોના કેસ આવતા ટાટા કેમિકલ્સના ફેક્ટરી મેનેજમેન્ટ દ્વારા ભીમરાણા ગામના લોકોને 15 દિવસ માટે કામ પર આવવાની મનાવી કરી છે, 80 ટકા લોકો નજીકની ટાટા કેમિકલ્સ ફેક્ટરીમાં મજૂરી કામ કરે છે, તો ગામના ઉપસરપંચ દ્વારા કપંની મેનેજમેન્ટને યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવે છે.

દ્વારકા તાલુકાના ભીમરાણા ગામમા કોરોના કેસ બાદ ગામનાનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામે કર્ણાટકથી આવેલા સગર્ભા મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રવિવારના રોજ ભીમરાણા ગામના એક વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા તાલુકાની 26 આરોગ્યની ટીમ ભીમરાણા ખાતે દોડી આવી હતી અને કોરોના વાઈરસના કેસમાં સગર્ભા મહિલાના મકાન માલિકના 10 પરિવારજનોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના ટીમ દ્વારા ભીમરાણા ગામના તમામ લોકોનું સ્ક્રિનિંગ અને ઘરના પાણીના ટાંકાઓ ચેક કરી તેમાં આરોગ્યવર્ધક કેમિકલ નાખવામાં આવ્યું હતું.

દ્વારકા તાલુકાના ભીમરાણા ગામમા કોરોના કેસ બાદ ગામનાનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં બેટ દ્વારકાના ત્રણ કેસ બાદ ભીમરાણામાં કર્ણાટકથી આવેલા મહિલાને કોરોનાવાઈરસનો કેસ પોઝિટિવ આવતા ભીમરાણા ગામના ઉપસરપંચ દેવુભા દ્વારા સરકારને ભારપૂર્વક જણાવ્યું કેસ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ ઝોનમાંથી અને અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને પ્રથમ મુખ્ય મથક ખંભાળીયા ખાતે જો ગવર્મેન્ટ કોરોન્ટાઇન કરવામાં આવે અને પંદર દિવસના સંપૂર્ણ ચેકીંગ બાદ જિલ્લામાં પોતાના વતનમાં જાય તો પાછળથી તેના કારણે અન્ય ગ્રામજનોને પરેશાની ઓછી થાય અને તંત્રની કામગીરીમાં પણ ઘણી રાહત મળી શકે તેમ છે.

દ્વારકા તાલુકાના ભીમરાણા ગામમા કોરોના કેસ બાદ ગામનાનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો

ભીમારાણા ગામના ઉપસરપંચે વધુમાં જણાવ્યું કે ગામમાં મોટાભાગના લોકો ટાટા કેમિકલ્સ મજૂરી કામ કરવા જાય છે. ભીમરાણા ગામમાં કોરોનાનો કેસ આવતા ટાટા કંપનીના મેનેજમેન્ટે ભીમારાણા ગામના તમામ લોકોને પંદર દિવસ માટે કામે નહીં આવવાનું જાહેર કર્યું છે તે અયોગ્ય છે. માટે કંપની મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણયમાં ફેરફાર કરીને લોકોને રોજીરોટી છે. દુર ના રાખે તેવી નમ્ર અપીલ છે.

દ્વારકા તાલુકાના ભીમરાણા ખાતે આરોગ્ય ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે આરોગ્ય ટીમની પણ એક ભયંકર ત્રુટિ જોવા મળી હતી. દ્વારકા તાલુકાના આરોગ્ય કર્મચારીઓને સરકાર દ્વારા યોગ્ય સુવિધાઓ આપવામા આવતી નથી. આરોગ્ય વિભાગના મહિલા કર્મચારીઓને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે માત્ર એક જ વાહન હોવાથી આ વાહનમાં સોશિયલ ડિસ્ટન્સનો નિયમનો ખુલ્લે આમ ભંગ થતો જોવા મળ્યો અને આ મહિલા કર્મચારીઓના આરોગ્યનો પણ સવાલ ઊભો થાય છે.

ABOUT THE AUTHOR

...view details