કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી મંજુરીને પગલે મીઠાપુર સ્થિત ટાટા કૅમિકલ્સની ઍર સ્ટ્રીપનો કેન્દ્ર સરકારની રિઝનલ કનેક્ટીવિટી સ્કીમ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે મીઠાપુરની ઍર સ્ટ્રીપનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારે રૂપિયા 29.97 કરોડની ફાળવણી કરશે.
હવે યાત્રાધામ દ્વારકાના દર્શન માટે પણ હવાઈ માર્ગને મળી મંજુરી - Gujarat
દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં આવેલા મીઠાપુર ખાતે ટાટા કૅમિકલ્સની ઍર સ્ટ્રીપનો કેન્દ્ર સરકારની રિઝનલ કનેક્ટીવિટી સ્કીમ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી ટાટાની ઍર સ્ટ્રીપનો ઍરપોર્ટ તરીકે ડૅવલોપ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગુજરાત સરકાર સાથે કરેલા MOU અંતર્ગત ગુજરાતના કુલ 11 ઍૅરસ્ટ્રીપની મંજૂરી આપવામાં આવી છે.
![હવે યાત્રાધામ દ્વારકાના દર્શન માટે પણ હવાઈ માર્ગને મળી મંજુરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3237700-thumbnail-3x2-dwarka.jpg)
ગુજરાત રાજ્યમાં પશ્ચિમ છેવાડે આવેલું યાત્રાધામ દ્વારકા અને આજબાજુના યાત્રાધામોની મુલાકાતે વર્ષે હજારો યાત્રાળુઓ આવતા હોય છે. જે માત્ર રેલ્વે અને રોડ મારફતે દ્વારકા આવી શકે છે, પરંતુ સરકારના આ નવા સાહસથી દ્વારકાયાત્રા ધામ સુધીની હવાઈ યાત્રા હવે સરળ બનશે. આ સાથે જ માત્ર ગુજરાત કે ભારતના નહિ, પરંતુ વિદેશના અનેક યાત્રાળુઓ દ્વારકા હવાઈ માર્ગે મુલાકાત કરી શકશે.
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત સાહસને સ્થાનિક લોકોએ પણ આવકારી છે. સરકાની આ જાહેરાતને ધ્યાન પર લઇ હાલ મીઠાપુર ઍર ફિલ્ડને નવા રૂપ રંગ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.