દેવભૂમી દ્વારકાઃ સમગ્ર વિશ્વની સાથે ભારત અને ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીને કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. આ તકેદારીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કડક સૂચના આપવામાં આવી કે, દેવભૂમિ દ્વારકા જિલ્લા બહારથી આવતા તમામ શિક્ષકોએ ઉનાળુ વેકેશન ખૂલે ત્યારે શાળાએ આવ્યા પહેલા પોતાના વિસ્તારના તાલુકા આરોગ્ય અધિકારી પાસેથી કોરોના વાયરસ ફ્રીનું આરોગ્ય સર્ટિફિકેટ ફરજિયાત કઢાવીને લાવવું.
ઉનાળુ વેકેશન ખુલતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષકોએ આરોગ્ય અંગેનું સર્ટિફિકેટ લઈને આવવું ફરજિયાત - ઉનાળુ વેકેશન 2020 ખુલતા દેવભૂમિ દ્વારકા
ઉનાળુ વેકેશન 2020 ખુલતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષકોએ પોતાના તાલુકાના આરોગ્ય અધિકારી પાસેથી પોતાના આરોગ્ય અંગેનું સર્ટિફિકેટ લઈને આવવું ફરજિયાત છે.
ઉનાળુ વેકેશન 2020 ખુલતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષકોએ આરોગ્ય અંગેનું સર્ટિફિકેટ લઈ આવવું ફરજિયાત
તમામ શાળાઓએ સો ટકાની હાજરી સાથે તમામ શિક્ષકોએ આરોગ્ય સર્ટિફિકેટ સાથે ઉનાળા વેકેશન ખુલતા હાજર રહેવાની દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ શાળાઓને લેખિત સૂચના આપી છે.