મીઠાપુરની ટાટા કેમિકલ્સ ફેક્ટરીના ટી.સી.એસ.આર.ડી. ગ્રુપ દ્વારા આ રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ખેલ મહોત્સવમાં 54 બહેનોએ પણ ભાગ લીધો હતો. જેમાં હરીફોને રમત-ગમતના સાધનોની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
દ્વારકાની મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા ઓપન ઓખામંડળ ખેલ મહોત્સવ 2019નું આયોજન
દ્વારકાઃ તાલુકામાં આવેલી મીઠાપુરની ટાટા કેમિકલ્સ ફેક્ટરી દ્વારા અવારનવાર સ્થાનિક યુવાનોને અનેક પ્રકારની રમત ગમતની એક્ટિવિટી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. રવિવારના રોજ દ્વારકા તાલુકાના 46 ગામોમાંથી અંદાજે 400 જેટલા ભાઈઓ તથા બહેનોને જુદી-જુદી રમત-ગમત હરિફાઇઓમાં ભાગ લીધો હતો. જેમાં સારું પર્ફોર્મન્સ ધરાવતાં 183 યુવાનો અને યુવતીઓને પસંદ કરાયા હતાં. જેમણે ઓપન ઓખામંડળ ખેલ મહોત્સવ 2019ની ઉજવણી ભાગ લીધો હતો.
દ્વારકા તાલુકાની મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા ઓપન ઓખામંડળ ખેલ મહોત્સવ 2019 ધામધૂમથી ઉજવાયો
વિજેતા ખેલાડીઓને ટાટા કેમિકલ્સ તેમજ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા, આ ખેલ મહોત્સવમાં સારુ પર્ફોમન્સ બતાવનાર ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા સાથે પણ ટાઈપ કરી અને ભવિષ્યમાં આગળ વધવાનો મોકો પણ આપવામાં આવશે,