દેવભૂમિ દ્વારકા: સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાઈરસને કારણે અનેક દેશો ગરીબી અને ભૂખમરા તરફ ડૂબી રહ્યા છે. ત્યારે ભારતમાં પણ આ કોરોના વાઈરસે કાળો કેર વર્તાવ્યો છે. અન્ય દેશો કરતાં ભારતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વધુ પ્રમાણમાં છે. ત્યારે કોરોના વાઈરસને કારણે સરકાર દ્વારા મજબૂરીમાં લેવામાં આવેલ લોકડાઉનના નિયમથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
ટાટા કેમિકલ કંપની દ્વારા રાહત ફંડમાં રૂપિયા 50 લાખનો ફાળો અપાયો - દેવભૂમિ દ્વારકામાં કોરોના
કોરોના વાઈરસના ઉપદ્રવ બાદ સમગ્ર દેશમાં લોકડાઉન કરવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સ્થિતિ નાજુક બની છે. સરકાર દ્વારા આ લોકો માટે વડાપ્રધાન રાહત યોજના પણ શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાતની અનેક સંસ્થાઓ, વ્યકિતઓ દ્વારા ફાળો આપવાનો ધોધ વહી રહ્યો છે. જેમાં ટાટા કેમિકલ કંપની દ્વારા 50 લાખનું દાન કરાયું છે.
![ટાટા કેમિકલ કંપની દ્વારા રાહત ફંડમાં રૂપિયા 50 લાખનો ફાળો અપાયો a](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6609811-201-6609811-1585657259807.jpg)
દેવભૂમિ દ્વારકાની કેમિકલ કંપની દ્વારા રાહત ફંડમાં રૂપિયા 50 લાખનો ફાળો અપાયો
સરકાર દ્વારા પણ અનેક રાહત પેકેજ આપવામાં આવ્યા છે. સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે અને સરકારને આ માટે મદદ કરી રહી છે .
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી ટાટા કેમિકલ્સ ફેક્ટરીનાં ટી.સી.એસ.આર.ડી. ડિપાર્ટમેન્ટ દ્વારા વડાપ્રધાન રાહત ફંડમાં રૂ 50 લાખનું અનુદાન કરાયું છે.
Last Updated : Apr 1, 2020, 10:07 AM IST