દેવભૂમિ દ્વારકાઃ સલાયાના યુવાનને કોરોનાની અસરની શંકા જતાં તેની સારવાર ખંભાળિયાની સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ 2 દિવસ પૂર્વે આવેલા 2 જહાજમાં દુબઈથી સલાયા આવેલા યુવાનની તબિયત લથડતા તેમને કોરોનાની શંકાના આધારે મંગળવારે 108 મારફતે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો શંકાસ્પદ કેસ, ખંભાળિયા સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર શરૂ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના યુવાનને કોરોના વાયરસની અસરની આશંકાને પગલે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર શરૂ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના શંકાસ્પદ કેસ
યુવાનને તાબડતોબ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી છે. શંકાસ્પદ યુવાનના સેમ્પલ લેવાની પણ કામગીરી કરવામાં આવી રહીં છે. ઉલ્લખનીય છે કે, જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ જોવા મળતા જિલ્લા કલેક્ટરે આરોગ્ય વિભાગને દોડતું કર્યું છે.
Last Updated : Mar 17, 2020, 3:28 PM IST