દેવભૂમિ દ્વારકાઃ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ગરબાનું આયોજન - દેવભૂમિ દ્વારકામાં ગરબાનું આયોજન
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દર વર્ષે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ યોજનાનો હેતુ પોલીસ અને પ્રજાના સંબંધ વધુ મજબૂત બને તેવો છે. જો પોલીસ અને જનતા વચ્ચે પારદર્શિતા વધે તો સમાજને અનેક ફાયદા થઈ શકે છે અને સાથે ગુનાખોરીનું પ્રમાણ પણ ઘટી શકે છે.
![દેવભૂમિ દ્વારકાઃ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ગરબાનું આયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4691249-thumbnail-3x2-final.jpg)
surksha-setu-society-devbhumi-dwarka-organised-the-garba-celebration
પોલીસ પરિવાર દ્વારા જિલ્લા મથક ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કોઈ પાસ કે પ્રવેશ ફી રાખવામાં આવી નહોતી, જેથી લોકો નિઃશુલ્ક ગરબાનો આનંદ લઈ શકે.
સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ગરબાનું આયોજન
Last Updated : Oct 8, 2019, 10:00 PM IST