- દ્વારકાના ઓખા મઢી ગામની સીમ વિસ્તારમાં અંધશ્રદ્ધામાં મહિલાની હત્યાની ઘટના આવી સામે
- ઘરના જ ભૂવાાઓએ મહિલાને મેલા વરગાડ હોવાનું કહી માર મારતા મહિલાનું મોત થયું
- પોલીસે 5 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ઓખા મઢી ગામ પાસે અંધશ્રદ્ધામાં 25 વર્ષીય મહિલાની મોત થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. દ્વારકા તાલુકાના વચલી ઓખા મઢી દરગાહ સામેના સીમ વિસ્તારમાં ખંડેર મંદિરમાં 25 વર્ષીય મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. અંધશ્રદ્ધામાં 25 વર્ષીય મહિલાની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. અહીં ઘરના જ ભૂવાઓએ મહિલાને મેલા વરગાડ હોવાનું કહી માર મારતા રમીલાબેન વાલાભાઈ સોલંકી (ઉં. વ. 25, રહે. આરંભડા) નામની મહિલાનું મોત થયું હતું. આ હત્યાના બનાવને પગલે દ્વારકા પોલીસે DySP સહિતની ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
વિકસિત ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં અંધશ્રદ્ધાએ 25 વર્ષીય મહિલાનો લીધો ભોગ આ પણ વાંચો-જમાઈ કે છે જમ! : આવી રીતે કરાવ્યા સત્યના પારખા...
જામનગર હોસ્પિટલમાં મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલાયો હતો
મહિલાના મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 25 વર્ષીય મહિલાની મેલા વળગાડ હોવાની માન્યતા સાથે તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાને ગરમ ડામ આપવામાં આવતા તેનું મોત થયું હતું. આરોપીઓએ મહિલાના શરીર પર સળગતા લાકડા અને ગરમ સાંકળથી ડામ આપ્યા હતા, જેના કારણે મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું. જોકે, પોલીસે આ હત્યામાં સંડોવાયેલા 5 આરોપીની ધરપકડ કરી છે. મૃતક મહિલાના 3 સંતાન હોવાનું સામે આવ્યું હતું. આ બાળકોએ અંધશ્રદ્ધાના કારણે પોતાની માતા ગુમાવી છે.
પોલીસે 5 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ પણ વાંચો- આ તે કેવી અંધશ્રદ્ધા:ગામમાં કોરોના કેસ ઘટાડવા ગ્રામજનોએ વિધિ માટે સરઘસ કાઢ્યું, પોલીસે ગુનો દાખલ કર્યો
વિકસિત ગુજરાતમાં અંધશ્રધ્ધામાં એક મહિલા હોમાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે
વચલી ઓખા મઢી ગામે ખંડેર જેવા મંદિરમાં વિધિમાં મહિલાને મેલું હોઈ એવું જણાવી મેલું કાઢવા ઢોર માર મારવામાં આવતા મહિલાનું મોત થયું હતું. મહિલાને મોતને ઘાટ ઉતારી દેનારા ઘરના જ ભૂવાઓ નીકળ્યા હતા. જોકે, 5 આરોપી મહિલાના દિયર અને જેઠ જ હતા. આ તમામ ભૂવાઓએ મેલું કાઢવા મહિલાને સાંકળો મારી હતી. જોકે, ઢોર માર મારતા મહિલાનું મોત થયું હતું. જ્યારે પોલીસે 5 આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.