ગુજરાત

gujarat

ETV Bharat / state

ડુપ્લીકેટ ડ્રાયવિંગ લાઇસન્સ બનાવતા એક શખ્સને દ્વારકા SOG એ ઝડપ્યો - નકલી લાઇસન્સ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નકલી લઇસન્સ બનાવતા શખ્સને SOG પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરી તપાસ કરવામાં આવતા 15 જેટલા બનાવટી લાઈસન્સ મળી આવ્યા હતા આ શખ્સએક લાઈસન્સ ના 3 હજાર રૂપિયા લેતો હોવાનું સામે આવ્યું હતુ.

દ્વારકામાં ડુપ્લીકેટ ડ્રાયવિંગ લાઇસન્સ બનાવતા એક શખ્સને SOG એ ઝડપ્યો
દ્વારકામાં ડુપ્લીકેટ ડ્રાયવિંગ લાઇસન્સ બનાવતા એક શખ્સને SOG એ ઝડપ્યો

By

Published : Jan 24, 2021, 4:32 PM IST

  • નકલી લાઇસન્સ બનાવતા શખ્સને દ્વારકા SOG પોલીસે ઝડપી પાડ્યો
  • એક લાઈસન્સ ના 3 હજાર રૂપિયા લેતો હોવાનું સામે આવ્યું
  • 54 જેટલા બોગસ લાઇસન્સ બનાવ્યા હોવાનું સામે આવ્યું

દેવભૂમિ દ્વારકાઃજિલ્લામાં નકલી લઇસન્સ બનાવતા શખ્સને SOG પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરી તપાસ કરવામાં આવતા 15 જેટલા બનાવટી લાઈસન્સ મળી આવ્યા હતા. આ શખ્સ એક લાઈસન્સ ના 3 હજાર રૂપિયા લેતો હોવાનું સામે આવ્યું હતુ.

કુલ 15 જેટલા બનાવટી લાઈસન્સ મળી આવ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુલતાન આયુબભાઈ સોઢા નામના એક શખ્સે લોકો પાસેથી નાણાં લઈ બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું કામ કરતો હતો. જે ખોટા લાઈસન્સ લઈ અન્ય લોકોને આપવાનું કામ કરતો હતો. જેની બાતમી દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG ના કર્મચારીઓને મળતા સુલતાન સોઢાની પૂછપરછ કરતા કુલ 15 જેટલા બનાવટી લાઈસન્સ મળી આવ્યા હતા.

બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સની ઘટના સામે આવી

તે શખ્સ એક લાઈસન્સના 3 હજાર રૂપિયા લેતો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આસપાસના લોકો અને તેને અન્ય લોકો દ્વારા કુલ 54 જેટલા બોગસ લાઇસન્સ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી કોઈ રાજ્ય સેવક તેની ફરજ દરમિયાન લાઇસન્સ માગે તો તેની સાથે ઠગાઈ કરવાનો અને ખોટા લાઇસન્સ તરીકે ઉપયોગ કરવાનો, RTO અધિકારી દ્વારા ઈશ્યુ થાય તો ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરી તેમજ સરકારી દસ્તાવેજને ખોટા હોવાનું જાણતો હોવા છતાં તેનો ઉપયોગ કરવા તે બોગસ લાઇસન્સ બનાવવામાં આવ્યા હતા. જેથી ખંભાળીયા SOG દ્વારા IPC કલમ 465, 467, 468 , 471, 474 અને 114 મુજબનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી કોવિડ-19 ટેસ્ટ કરાવ્યા બાદ હાલ અટકાયત કરી વધુ પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details