શ્રી શ્રી રવિશંકર મહારાજ ખાનગી ચાર્ટર પ્લેન દ્વારા શનિવારના રોજ વહેલી સવારે દ્વારકાથી 20 કિલોમીટર દૂર આવેલા મીઠાપુર ટાટા કેમિકલ્સ કંપનીના એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યું હતું.
શ્રી શ્રી રવિશંકર મહારાજ વિશ્વ વિખ્યાત જગતમંદિર દ્વારકાધીશના દર્શને - રવિશંકર મહારાજ દ્વારકાધીશના દર્શને
દ્વારકા: આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજ શનિવારના રોજ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા પધાર્યા હતાં.
જ્યાં મીઠાપુર ટાટા કેમિકલ્સ અધિકારીઓ તેમજ દ્વારકા ખંભાળિયા અને જામનગર જિલ્લાના મહારાજના ભક્તોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ તેઓ બાય રોડ દ્વારકા પધાર્યા હતાં. ભગવાન દ્વારકાધીશ મંદિર પરિસરમાં મંદિરના પુજારી પરિવાર તેમજ દ્વારકા દેવસ્થાન સમિતિના અધિકારીઓ દ્વારા શ્રી શ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ દ્વારકાધીશ મંદિર પુજારી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશના પાદુકાપૂજન કરાવ્યા હતાં. તેમજ દ્વારકાધીશની આરતી પણ કરી હતી. તે ઉપરાંત તેઓએ મંદિર ઉપર આવેલા ભગવાન દ્વારકાધીશના કુળદેવી શ્રી શક્તિ માતાજીના મંદિરના દર્શન કર્યા હતાં અને ત્યારબાદ તેઓ જામનગર જવા માટે રવાના થયા હતાં.
TAGGED:
મીઠાપુર ટાટા કેમિકલ્સ