ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકામાં રીપેરીંગ કરતા સમયે બે માળની દુકાન ધરાશાઇ, સદનસીબે કોઇ જાનહાનિ નહીં - યાત્રાધામ દ્વારકા

યાત્રાધામ દ્વારકામાં શિવરાજસિંહ રોડ પર આવેલા મારુતિ ટ્રેડર્સની બાજુમાં બે માળની દુકાનમાં પાયાના ભાગમાં રીપેરીંગ કામ કરતા સમયે અચાનક બે માળની દુકાન ધરાસાઈ થઇ હતી. બપોર બાદ લોકડાઉનને કારણે કામ કરતાં કડિયા અને મજૂરો હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

દ્વારકામાં રીપેરીંગ કરતા સમયે બે માળની દૂકાન ધરાશાઇ,  સદનસીબે કોઇ જાનહાની નહીં
દ્વારકામાં રીપેરીંગ કરતા સમયે બે માળની દૂકાન ધરાશાઇ, સદનસીબે કોઇ જાનહાની નહીં

By

Published : May 27, 2020, 8:53 PM IST

દેવભૂમી દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં રીપેરીંગ કરતા સમયે બે માળની દુકાન ધરાસાઈ થઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. બંને માળો ટીવી અને ઈલેક્ટ્રીક સામાનનો લાખ રૂપિયાનો માલ નુક્સાની થઇ છે.

દ્વારકામાં રીપેરીંગ કરતા સમયે બે માળની દૂકાન ધરાશાઇ, સદનસીબે કોઇ જાનહાની નહીં

યાત્રાધામ દ્વારકા પૌરાણિક ગામ હોવાથી આવા અનેક બાંધકામો વર્ષો જૂના છે. તંત્ર દ્વારા અનેક વાર સૂચના આપવા છતાં આવા બાંધકામો કરતાં સમયે સાવચેતી રાખવામાં ન આવતી હોવાથી આવી દુર્ઘટનાઓ બને છે. બનાવની જાણ થતા દ્વારકા પોલીસ અને નગરપાલિકાની ટીમ દોડી આવી હતી. હાલમાં ચાલતા લોકડાઉનને કારણે દ્વારકાધીશ મંદિરની આજુબાજુમાં નગરપાલિકા અને આર્કોલોજી ડિપાર્ટમેન્ટની મંજૂરી વગર અનેક બાંધકામો કરવામાં આવેલા છે.

પરંતુ તંત્રની આળસને કારણે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. થોડા સમય પહેલા આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિમલભાઈ નથવાણીએ ટ્વીટ કરીને તંત્રનો કાન આમળ્યો હતો. પરંતુ માત્ર કાગળ પર કાર્યવાહી બાદ તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘી ગયું. હાલના બે માસથી વધુ સમયના લોકડાઉન દરમ્યાન દ્વારકાધીશ મંદિરના 100થી 300 મીટરની ત્રિજ્યામાં અનેક બાંધકામો મંજૂરી વગર રાતોરાત કરવામાં આવ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં દ્વારકા નગરપાલિકા દ્વારા હાઇડેફિનેશનના cctv કેમેરા હોવા છતાં આવા બાંધકામો બે રોકટોક ચાલુ છે.


ABOUT THE AUTHOR

...view details