- 20 કરોડના કામોનું મુખ્યપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત
- સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્ર સાથે પ્રવાસન દ્વારા ગુજરાતની ઇકોનોમીને બુસ્ટ મળશેઃ વિજય રૂપાણી
- શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરના બીચ તરીકે વિકસાવાશેઃ વિજય રૂપાણી
- પ્રાદેશિક વિકાસથી આર્થિક,સામાજિક વિકાસ-સ્થાનિક રોજગારને અવસર મળશેઃ વિજય રૂપાણી
- પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત
દેવભૂમિ દ્વારકાઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી, શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં નિર્માણ કરવામાં આવનાર પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત તથા તખ્તીનું અનાવરણ કરી બીચના પ્રોજેકટ મોડેલનું નિરીક્ષણ કર્યું હતુ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિશ્વખ્યાતિમાં હવે નવો કિર્તિમાન ગ્લોબલ ચોઇસ ફોર ટુરીઝમ પ્રસ્થાપિત કરવાની નેમ સાથે નવી પ્રવાસન નિતિ જાહેર કરી છે.
શિવરાજપુર બીચને રૂપિયા 80 કરોડના ખર્ચે વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ફેઝ-2માં શિવરાજપુર બીચને રૂપિયા 80 કરોડના ખર્ચે વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે. આમ, રૂપિયા 100 કરોડના ખર્ચે શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરનું બીચ બનાવવામાં આવશે. શિવરાજપુર બીચને ગોવાના બીચ કરતાં પણ વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે. ગુજરાતમાં ટુરિઝમ દ્વારા સર્વિસ સેક્ટરનું મહત્વ વધ્યું છે. શિવરાજપુર બીચ દ્વારા રોજગારીની નવિન તકો ઉત્પન્ન થશે, સ્થાનિક યુવાનોને અનેકવિધ પ્રવૃત્તિઓ થકી રોજગાર પ્રાપ્ત થશે. પ્રવાસન સેકટર દ્વારા સંપૂર્ણ ઇકોનોમી સાયકલને વેગ મળશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્ર સાથે પ્રવાસન દ્વારા ગુજરાતની ઇકોનોમીને બુસ્ટ મળશે.
ટુરિઝમનો સમાવેશ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, નવી ટુરિઝમ પોલીસીમાં ગુજરાતની પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક સમૃદ્ધિના ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના ટુરિઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં કેરેવાન ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, વેલનેસ ટુરિઝમ, MICE ટુરિઝમ, એડવેન્ચર એન્ડ વાઇલ્ડ લાઇફ ટુરિઝમ, કોસ્ટલ એન્ડ ક્રુઝ ટુરીઝમ, રીલીજીયસ/ સ્પિરિચ્યુઅલ ટુરિઝમ તેમજ રૂરલ બેઝડ એક્સપિરિયન્સ ટુરિઝમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું વિકાસ જ ગુજરાતનો મંત્ર અને લક્ષ્ય છે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું વિકાસ જ ગુજરાતનો મંત્ર અને લક્ષ્ય છે તેમ જણાવતાં કહ્યું કે, કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસ અટક્યો નથી, રૂપિયા 27 હજાર કરોડના વિકાસકામોનો પ્રારંભ થયો છે. અમારી સરકારમાં પ્રજાલક્ષી ક્લ્યાણકારી અનેક નિર્ણયો લેવાયા છે. વડાપ્રધઆમન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વના અનેક મોટા પ્રોજેક્ટસ જેમાંના રિન્યુએબલ એનર્જી પાર્ક, ડિસેલિનેશન પ્લાન્ટ, સી –પ્લેન સર્વિસ, રો-પેક્સ સર્વિસ, ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ, મેટ્રો ટ્રેન પ્રોજેક્ટસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ગુજરાત વિકાસ મંત્ર સાથે દેશનુ ગ્રોથ એન્જીન બન્યું છે. અગાઉ અઢી દાયકા પહેલા ખાતમુહૂર્ત થતા અને લોકો કામોની રાહ જોતા હતા. જ્યારે સરકારમાં ખાતમુહૂર્ત અમે કરીએ છીએ અને તેનું તુરંત લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. તેમ પણ મુખ્યપ્રધાનએ ઉમેર્યુ હતું.
ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ
તો કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસની ક્ષિતિજ વિક્સી છે. તેમ જણાવી મુખ્યપ્રધાનએ ઉમેર્યું હતું કે ‘‘ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ’’ બન્યું છે. ભારતમાં થયેલા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં 52 ટકા ઇન્વેસ્ટમેન્ટ એક માત્ર ગુજરાતમાં થયું છે. જેના થકી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની અલગ ઓળખ ઉભી થઇ છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જગત મંદિર દ્વારકાધીશ મંદિરમાં પૂજા-અર્ચના કરી