સમુદ્રમાં થતું પોલ્યુશન અંગે ઓખા કોસ્ટ ગાર્ડ તેમજ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની વિવિધ ઔદ્યોગિક એકમોના અધિકારીઓએ સમુદ્રમાં કયા પ્રકારના પોલ્યુશન થાય છે, તેની જાણકારી આપી હતી.
દેવભૂમિ દ્વારકામાં સમુદ્રમાં ફેલાતા પ્રદૂષણ અંગેનો સેમિનાર યોજાયો - Rajnikant Joshi
દેવભૂમિ દ્વારકાઃ ઓખા કોસ્ટગાર્ડ ખાતે સમુદ્રમાં થતું વિવિધ પોલ્યુશન અંગેનો સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ઓખા કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ ઔદ્યોગિક એકમો જેવા કે, રિલાયન્સ, SR, ટાટા કેમિકલ્સ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જામનગર ખાતેના અધિકારીઓએ હાજરી આપી હતી.

Sea
સમુદ્રમાં થતા પોલ્યુશન અંગેનો સેમિનાર યોજાયો
આ પોલ્યુશન માંથી પૃથ્વીને કેવી રીતે બચાવી શકાય તેના અંગેના ખૂબ જ મહત્વની બાબતોની ચર્ચા કરી હતી. ખાસ કરીને આવતા ભવિષ્યમાં જમીન ઉપર તેમજ સમુદ્રની અંદર વધતા પોલ્યુશનને કેવી રીતે રોકવું તેના અંગે મહત્ત્વના મુદ્દા ઉપર સેમિનાર યોજાયો હતો.