- શિવરાજપૂર બીચમાં એન્ટ્રી ફી અને પાર્કિંગ ફીના નામે કૌભાંડ
- દ્વારકાના જાગૃત નાગરિક અશોકભા માણેક દ્વારા આરોપ
- ટિકિટોથી લેવામાં આવતા રૂપિયામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર
દેવભૂમિ દ્વારકા :દ્વારકા નજીક આવેલ અને વિશ્વ ખ્યાતિ પામેલ બ્લ્યૂ ફ્લેગની માન્યતા ધરાવતા શિવરાજપૂર બીચમાં એન્ટ્રી ફી અને પાર્કિંગ ફીના નામે કૌભાંડ થતું હોવાનું દ્વારકાના જાગૃત નાગરિક અને આર. ટી. આઈ. એક્ટિવિસ્ટ અશોકભા માણેક દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. શિવરાજપૂર બીચમાં ચાલતા વ્યાપક ગોટાળા અને ભ્રષ્ટાચાર અંગે ખુલ્લાસા કરવા માટે અરજદારે તા.16-01-2021ના રોજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને લેખિતમાં અરજી કરીને જાહેરમાં મીડિયા સમક્ષ વિગતો આપવા પડકાર ફેંક્યો છે.