દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના મુખ્ય મંદિર પરિસરમાં રજત ભસ્મ દ્વારા સેનેટાઇઝની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સંપૂર્ણ આયુર્વેદિક કેમિકલ અને આલ્કોહોલ વગર ખાસ બનાવવામાં આવેલા કેમિકલથી સફાઈ કરવામાં આવી રહી છે.
ગુજરાતના અનેક તીર્થ સ્થળ પર રજત ભસ્મ આ પદ્ધતિથી સેનેટાઇઝ કરવામાં આવી રહ્યુ છે. છેલ્લા 6 માસથી સમગ્ર ગુજરાત સહિત વિશ્વમાં કોરોના વાઇરસના પ્રકોપથી અનેક ધાર્મિક સ્થળોને યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે છ માસ બાદ ખૂલેલા ધાર્મિક સ્થળોની અંદર લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સફાઇ કામગીરી કરવાામાં આવી રહી છે. ત્યારે શુક્રવારના રોજ યાત્રાધામ દ્વારકાના મંદિરમાં ચાંદીની ભસ્મના કેમિકલ વડે સેનેટાઇઝ કરવામાં આવ્યું હતુ.
દ્વારકાના મુખ્ય મંદિર પરિસરમાં રજત ભસ્મ દ્વારા સેનેટાઇઝ કામગીરી હાથ ધરાઇ - Silver ash
કોરોના કાળ દરમિયાન સમગ્ર ગુજરાત સહિત વિશ્વમાં કોરોના વાઇરસના પ્રકોપથી અનેક ધાર્મિક સ્થળોને યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવ્યા હતાં. જેમાં હવે સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના મુખ્ય મંદિર પરિસરમાં રજત ભસ્મ દ્વારા સેનેટાઇઝની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સંપૂર્ણ આયુર્વેદિક કેમિકલ અને આલ્કોહોલ વગર ખાસ બનાવવામાં આવેલા કેમિકલથી સફાઈ કરવામાં આવી રહી છે.
દ્વારકાના મુખ્ય મંદિર પરિસરમાં રજત ભસ્મ દ્વારા સેનેટાઇઝ કામગીરી હાથધરાઇ
આ કેમિકલ આલ્કોહોલ રહિત કેમિકલ છે. તેમજ કપડા અને ચામડી માટે કોઈપણ જાતની નુકસાની થતી નથી. સંપૂર્ણપણે આયુર્વેદિક કેમિકલ દ્વારા દ્વારકાધીશ મંદિરની સફાઈ કરવામાં આવી હતી.