ગુજરાત

gujarat

By

Published : Dec 29, 2021, 9:04 PM IST

ETV Bharat / state

Samaras Samarpan Vandana Program: ખંભાળિયાના પીપરિયા ગામમાં સમરસ સમર્પણ વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે

ખંભાળિયા તાલુકાના પીપરિયા ગામમાં આવેલ કામઈ માતાજીના મંદિરે ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે. આ સમરસ સમર્પણ વંદના કાર્યક્રમમાં( Samaras Samarpan Vandana Program )કાશીથી બ્રાહ્મણો પણ આવશે જ્યાં ભક્તિભાવ સાથે કામઈ ધામમાં ધાર્મિક વિધિ કરવામાં આવશે.ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં એક વર્લ્ડ રેકોર્ડ પણ(World Record Organization) બનાવાનો છે.

Samaras Samarpan Vandana Program: ખંભાળિયાના પીપરિયા ગામમાં સમરસ સમર્પણ વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે
Samaras Samarpan Vandana Program: ખંભાળિયાના પીપરિયા ગામમાં સમરસ સમર્પણ વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે

દેવભૂમિ દ્વારકાઃખંભાળિયા તાલુકાના પીપરિયા કામઈ માતાજીના આંગણે સમરસ સમર્પણ વંદના કાર્યક્રમ( Samaras Samarpan Vandana Program ) તારીખ 1/1/2022 ના રોજ યોજાશે પીપરિયા ગામમાં આવેલ કામઈ માતાજીના મંદિરે ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવાનો છે.

લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું

અહીં કાશીથી બ્રાહ્મણો પણ આવશે જ્યાંભક્તિભાવ સાથે કામઈ ધામમાં ધાર્મિક વિધિ કરવામાં આવશે સાથે અહીં લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ લોક ડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારો ભીખુભાઇ ગઢવી,કિર્તીદાન ગઢવી,જીગ્નેશ બારોટ,બિહારી ગઢવી,ધીરુભાઈ સરવૈયા સહિતના કલાકારો આ કાર્યક્રમામાં હાજરી આપશે.

ભવ્ય કાર્યક્રમ આયોજન

ભાજપના પ્રદેશના સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેવાના

કામઈ ધામમાં 18 એ વરણના લોકો હાજરી આપશે, આ કાર્યક્રમમાં 11111 દિવડાની જ્યોત પ્રગટાવવામાં આવશે અને અહીં વર્લ્ડ રેકોર્ડ બનશે. અહીં વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના બે પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહેશે. ગઢવી સમાજના અગ્રણીઓ દ્વારા પીપરિયા ગામે કામઈ ધામ ખાતે દલિત સમાજના લોકોની વિશેષ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જન મેદની ઉમટવાની હોઈ ભાજપ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહયા છે. આ કાર્યક્રમમાં ભારે જનમેદની એકત્રિત થવાની હોઈ ભાજપના પ્રદેશના સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેવાના છે અને ભાજપ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

500 વર્ષ જુના પોરાણિક આ મંદિરનો અનેરો ઇતિહાસ

ભાજપ દ્વારા સમરસ સમર્પણ વંદનામાં આઈ આરાધનાના પાવનકારી અવસર માટે ભાજપે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ભાજપ માટે આ કાર્યક્રમ સફળ બનાવવા તેમજ વર્લ્ડ રેકોર્ડને લઈને હાલ જિલ્લામાં ભાજપ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે, મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત કરવા માટે હાલ ભાજપના નેતાઓ દ્વારા ભારે મહેનત કરવામાં આવી રહી છે 500 વર્ષ જુના પોરાણિક આ મંદિરનો અનેરો ઇતિહાસ છે, ત્યારે અહીં ધાર્મિક આસ્થા ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે.

આ પણ વાંચોઃAhmedabad Year Ender 2021: ફક્ત એક ક્લિકમાં જાણો શહેરમાં કયા કયા પ્રકારના ગુનાઓ નોધાયા...

આ પણ વાંચોઃVaccination of children in Gujarat 2022: 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવા માટે ગુજરાત તૈયાર

ABOUT THE AUTHOR

...view details