દેવભૂમિ દ્વારકામાં સલાયા નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવવામાં નિષ્ફળ - સલાયા નગરપાલિકા
દેવભુમી દ્વારકાઃ જીલ્લાની સલાયા નગરપાલિકામા પીવાના પાણી, ગટર અને સફાઇ સંદર્ભે અનેક સમસ્યાથી ત્રાસીને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જેમાં નગરપાલિકાનો ઘેરાવ કરી પ્રાથમિક સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવવા માંગણી કરી હતી.
![દેવભૂમિ દ્વારકામાં સલાયા નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવવામાં નિષ્ફળ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4236555-thumbnail-3x2-hd.jpg)
municipality
સલાયા વિસ્તારમાં 20થી 25 દિવસે પીવાનું પાણી મળે છે. તો સફાઈ તેમજ ગટર વ્યવસ્થાને લઈને ગંદકીથી પરેશાન હજારો લોકોએ સાથે મળી સલાયા નગરપાલિકા કચેરી ખાતે ઘેરાવ કર્યો હતો. 5 હજાર જેટલા લોકોએ સાથે મળી જ્યાં સુધી તંત્ર દ્વારા લેખિત ખાતરી નહિ અપાઈ ત્યાં સુધી કચેરી પર કબજો જમાવ્યો હતો. કોંગ્રેસ શાસિત નગરપાલિકાના તમામ હોદેદારો ગુમ થઇ ગયા હતા. ચીફ ઓફિસરે યોગ્ય કાર્યવાહી કરાશે તેમ જણાવી લુલો બચાવ કર્યો હતો.
દેવભૂમિ દ્વારકામાં સલાયા નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવવામાં નિષ્ફળ, સ્થાનિકોએ રેલી કાઢી નગરપાલિકા કચેરીનો કર્યો ઘેરાવ