દેવભુમી દ્વારકાના કોગ્રેસના પ્રમુખ BJPમાં જોડાયા હોવાની અફવાનો ખુલાસો, જાણો - Lok sabha Election
દેવભુમી દ્વારકાઃ હાલ લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના સભ્યો ભાજપમાં તો ભાજપના સભ્યો કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે દેવભુમી દ્વારકાના કોંગ્રેસ પ્રમુખ પી.એસ.જાડેજા પણ ભાજપમાં જાડાયાં હોવાની અફવાએ જોર પકડયું હતું. જે અફવા ખોટી હોવાનો ખુલાસો ખુદ કોંગ્રેસ પ્રમુખ પી.એસ.જાડેજાએ કર્યો છે.
સ્પોટ ફોટો
જોકે, છેલ્લા કેટલાક સમયથી બહાર તે બહારગામહોવાથીસ્થાનિક રાજકારણમા અફવા ફેલાઇ હતી કે કોગ્રેસ જીલ્લા પ્રમુખ ભાજપમાં ભળી ગયાછે. વળી, ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહના ખુબ નજીકના મિત્ર હોવાને કારણે અફવાએ વધુ જોર પકડ્યુ હતુ. પંરતુ તે બિમાર હોવાથી હાર્દીક પટેલ અને ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે તેમની મપલાકાત લીધી હતી. ત્યારે પી.એસ.જાડેજા આ સમાચાર અફવા હોવાનું જણાવ્યું હતું.