ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાણવડ તાલુકાના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાનો કાચો માલ પકડી પાડતું આરઆરસેલ

દ્વારકાના ભાણવડના બરડા ડુંગરમાંથી દેશી દારુ બનાવવામાં વપરાતો આથો ઝડપી લેવામાં આવ્યો છે. 5600 લીટર જેટલી મોટી માત્રામાં દારૂ બનાવવાનો આથો પકડાતાં ચકચાર મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે બરડો ડુંગર વિસ્તારમાં જ્યાં આ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડાઈ છે તે રાજકોટ રેંન્જ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવી છે. જેથી સ્થાનિક પોલીસ અને વનવિભાગ સામે સવાલો ઉપસ્થિત થયાં છે.

દ્વારકાના ભાણવડ તાલુકાના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાનો કાચો માલ પકડી પાડતો આરઆરસેલ
દ્વારકાના ભાણવડ તાલુકાના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાનો કાચો માલ પકડી પાડતો આરઆરસેલ

By

Published : Jan 6, 2021, 5:33 PM IST

  • બરડા ડુંગરના વિનેશ વિસ્તારમાંથી 5600 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો જથ્થો પકડાયો
  • 5600 લીટરનો દેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લેતો આરઆરસેલ
  • વનવિભાગ હસ્તકના બરડામાં દારૂના ભઠ્ઠા ઝડપાતાં વનવિભાગ સામે પણ સવાલો વહેતાં થયાં


ભાણવડઃ મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈ. જી. સંદીપસિંહની સૂચના મુજબ વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ અટકાવવા માટે રાજકોટ રેંન્જની ટીમ ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી. જેની તપાસ કરતાં ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારના બરડા ડુંગરના વિનેશમાં બાવળની ઝાડીઓમાં દેશી દારૂ બનાવવાનો 5600 લીટર કિંમત રૂપિયા 11,600 જેટલો આથો, બેરલ, કેરબા સહિતનો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે આ કામગીરીમાં ટીમ વ્યસ્ત હતી ત્યારેે આરોપી લાખાભાઇ સામતભાઈ કોડિયાતર રહે. ધ્રામણીનેશ ભાગવામાં સફળ રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details