વિવાદિત વીડિયો મામલે મંદિર વહિવટદારે પુજારીઓને નોટીસ ફટકારી દ્વારકા:દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં ભગવાન દ્વારકાધીશ સન્મુખ ચલણી નોટો છુટ્ટી ફેંકતો હોય તેવો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ચલણી નોટોનો છુટો ઘા કરતા ખુદ તોરણીયાના સંત રાજેન્દ્રદાસ બાપુ નજરે પડ્યા હતા. દ્વારકાધીશ જગત મંદિરે સંત સાથે અન્ય લોકો પણ ચલણી નોટો ઉડાવતા હોય તેવો વીડિયો સામે આવતા સોશિયલ મીડિયામાં લોકો કુષ્ણ ભક્તો રોષ ઠલવી રહ્યા છે. ચલણી નોટ ઘા કરતા ખુદ તોરણીયાના સંત રાજેન્દ્રદાસ બાપુ નજરે પડ્યા છે.
દ્વારકાધીશ જગત મંદિરના વિવાદિત વીડિયો કૃષ્ણ ભક્તોમાં નારાજગી:અત્યંત મહત્વપૂર્ણ ગણાતી દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં ગંભીર બેદરકારીનો વધુ એક વીડિયો સામે આવતા ખળભળાટ મચી છે. મોબાઈલ લઇ જવાની મનાઈ હોવા છતા મંદિરના ચલણી નોટ ઉડાવતા વિડીયો સામે આવતા ભક્તોમાં રોષ જોવા મલી રહ્યો છે. દ્વારકાધીશ સન્મુખ ચલણી નોટો ફેંકાતા કૃષ્ણ ભક્તોમાં નારાજગી ફેલાઈ છે.
પુજારીઓને નોટીસ ફટકારી:વિવાદિત વીડિયો અંગે કલેકટરે મંદિર વહિવટદારને તપાસ સોંપતા તેઓએ પુજારીઓને નોટીસ ફટકારી છે. વાયરલ વીડિયો અંગે જવાબ દેવાની નોટીસ ફટકારતા ચકચાર જાગી છે. વાયરલ વીડિયોમાં અન્ય લોકોના હાથમાં મોબાઇલ ફોન હોવાના દ્રશ્યો સામે આવ્યા હોય તેની ઉપર હજુ સુધી તંત્ર દ્વારા એકશન લેવામાં આવ્યા નથી? માત્ર પુજારીઓને નોટીસ ફટકારી છે.
ETV ના અહેવાલની અસર: વીડિયો વાયરલ થતા ETV ભારત દ્વારા મંદિરની સુરક્ષા અંગે સવાલો ઉત્પન્ન કરતી ખબર ચલાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ETV ભારત સાથે વાત કરતા ઇન્ચાર્જ જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે હાલ તંત્ર દ્વારા તપાસના આદેશ અપાયા છે જે લોકો આમાં દોષિત હશે કે પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હશે તેમની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
- Narsingh Mehta's birth anniversary : આજે ભક્ત કવિ નરસિંહ મહેતાની 615 મી જન્મ જયંતી, જાણો તેમની ધર્મયાત્રા
- Narayan Navkundi Mahayagna: દ્વારકા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે નારાયણ નવકુંડી મહાયજ્ઞ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આપી હાજરી