- જામખંભાળીયા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની સાદગી પૂર્વક ઉજવણી
- દર વર્ષે રમજાન ઈદમાં 10 હજારથી વધુ મુસ્લિમ બિરાદરો ઉજવણી કરતા હોય છે
- કોરોના ગાઈડ લાઈનનું પાલન કરી ઉજવણી કરી
દેવભૂમિ: દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉજવણી સાદગી પૂર્વક કરવામાં આવી હતી. સાથે જ ઘરના સદસ્યો દ્વારા ઘરમાં જ નમાઝ અદા કરી સરકારની કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરી વધુ લોકો એકઠા ન થાય તેનું ખાસ ધ્યાન રાખી ઉજવણી કરવામાં આવી હતી.
જામખંભાળીયા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઇદની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ આ પણ વાંચો : અમદાવાદમાં ઈદમાં બહાર નીકળતાં લોકોને પોલીસે શુભેચ્છા આપી સમજાવીને પરત મોકલ્યાં
સતત બીજા વર્ષે પણ રમજાન ઈદની સાદગી પૂર્વક ઉજવણી
મહત્વનું છે કે, જામખંભાળીયામાં દર વર્ષે રમજાન ઈદમાં 10 હજારથી વધુ મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન પર નમાઝ અદા કરી રમજાન ઈદની ઉજવણી કરતા હોય છે, પરંતુ ગત વર્ષે કોવિડ 19ની વૈશ્વિક મહામારી આવી અને તેને લઈને સરકાર દ્વારા કોરોના અંગે ગાઈડ લાઈન જાહેર કરે જેથી સતત બીજા વર્ષે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની સાદગી પૂર્વક ઉજવણી કરી હતી.
રમજાન ઇદની સાદગી પૂર્વક ઉજવણી આ પણ વાંચો : બોટાદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉજવણી ઘરે રહીને કરવામાં આવી
ઈદગાહ મેદાન ખાલી જોવા મળ્યું
મુસ્લિમ પરિવારો દ્વારા હાલ કોરોનાની મહામારીને લઈ તેના ઘરે જ નમાઝ અદા કરી હતી અને સાથે જ ઈદગાહ મેદાન પર જે 10 હજારથી વધુ મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરવા જતાં હતા, તે ઈદગાહ મેદાન ખાલી જોવા મળ્યું હતું.