ગુજરાત

gujarat

રામ રાજ્ય રથયાત્રા રામેશ્વરથી અયોધ્યા અને હવે દ્વારકા પહોચી હતી

By

Published : Mar 30, 2019, 9:26 AM IST

દ્વારકા: શ્રી રામદાસ મિશન યુનિવર્સલ સોસાયટીના નેજા હેઠળ શરુ કરવામાં આવેલી રામ રાજ્ય રથયાત્રા 2018થી રામજન્મ ભૂમિ અયોધ્યાથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ યાત્રા ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્નાટક અને રામેશ્વર પહોંચી હતી. આ રથયાત્રા મહારાષ્ટ્રથી પસાર થઈને ગુજરાતના યાત્રાધામ દ્વારકા ખાતે પહોચી હતી.

સ્પોટ ફોટો

12 રાજ્યની 10,000 હજાર કી.મી.ની યાત્રા આજે દ્વારકા ખાતે પહોચતા સ્થાનિક રામ ભક્તો અને યાત્રાળુઓ તેનું વિશેષ સ્વાગત કર્યું હતું અને રામ રથ દ્વારકાદિશ મુખ્ય મંદિર પાસેથી પસાર થઈને દ્વારકા નગરના રાજમાર્ગ પર પસાર થયો હતો. ઠેર-ઠેર ગ્રામજનો અને યાત્રાળુઓ દ્વારા રામ રથનું આરતી ઉતારીને સ્વાગત કરાયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, રામ રાજ્ય રથ યાત્રા 2019નો મુખ્ય હેતુભારતભરમાં રામ રાજ્યની પુન:સ્થાપના થાય ,ભારતની શિક્ષા પ્રણાલીમાં રામાયણનુ અંતભૂૅત કરવામાં આવે. તેમજશ્રી રામ જન્મભુમિ અયોધ્યામા રામનુ ભવ્ય મંદિરનુ નિર્માણ કરવામાં આવે અનેસમસ્ત ભારતમા સરકારી જાહેર રજા જે રવિવારે આવે તેના બદલે ગુરુવારના દિવસે સાપ્તાહિક રજા પાળવામાં આવે તેમજવિશ્વ હિન્દુ દિવસની ઘોષણા કરવામાં આવે.

રામ રાજ્ય રથયાત્રા રામેશ્વરથી અયોધ્યા અને હવે દ્વારકા પહોચી હતી

આમ આ રથયાત્રા રામનવમીના પાવન દિવસે અયોધ્યા નગરી પહોચશે. ત્યાર બાદ રામજીનું રાજ્યભિષેક અને રામ રાજ્યની ઘોષણા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details