દેવભૂમી દ્વારકાના ચપર ગામના વિદ્યાર્થીઓને ગામના વાલીઓ ઊંચકીને રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. શાળાએ જતા બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. દેવભૂમી દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી હજુ લોકોને મુશ્કેલીઓ થઈ રહી છે. ચોતરફ પાણી જ પાણી થઇ ગયું છે જેથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
ચપર ગામના વિદ્યાર્થીઓને વાલીઓ ઊંચકીને રસ્તો પસાર કરવા મજબૂર - ચપર ગામના સમાચાર
દેવભૂમી દ્વારકા: દ્વારકા જિલ્લામા વધુ વરસાદને કારણે અનેક લોકોને જુદી-જુદી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દેવભૂમી દ્વારકાના ચપર ગામના વિદ્યાર્થીઓને ગામના વાલીઓ ઊંચકીને રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે.
ચપર ગામના વિદ્યાર્થીઓને ગામના વાલીઓ ઊંચકીને રસ્તો પસાર કરવા મજબૂર
ચપર ગામના વાડી વિસ્તારમાં રહેતા લોકોને પાણીના પ્રવાહ વચ્ચે બાળકોને જીવના જોખમે શાળા એ જવા મજબૂર બન્યા છે. સ્થાનિક તંત્ર આ અંગે ઝડપથી કોઈ વ્યવસ્થા કરે તેવી લોક માંગણી ઉઠી છે.