દ્વારકા: ગુજરાત કોંગ્રસ દ્વારા દ્વારકામાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિરમાં ભાગ લેવા રાહુલ ગાંધી (Rahul Gandhi in GPCC Chintan Shibir) પણ દ્વારકા આવ્યા છે. રાહુલ ગાંધી દ્વારકા (Rahul Gandhi In Dwarka)માં આવેલા હેલિપેડ ખાતે ઉતર્યા હતાં અને ત્યાંથી ભગવાન દ્વારકાધિશ દર્શનાર્થે પહોંચ્યા હતાં. રાહુલ ગાંધીના સ્વાગત માટે હેલિપેડ ખાતે કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર,અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ સહિતના કોંગી નેતાઓ પહોંચ્યા હતાં. હેલિપેડથી રાહુલ ગાંધી સવપ્રથમ દ્વારકાધીશ દર્શન કરવા મંદિરે પહોંચ્યા હતાં.
ગુજરાત આવું છું ત્યારે સારું લાગે છે
ચિંતન શિબિરમાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે હું ગુજરાત આવું છું ત્યારે સારું લાગે છે. દરેક વખતે કંઇક શીખવા મળે છે. ગુજરાતીઓ કંઇક યુનિક કામ કરે છે. તમણે કોંગ્રેસના કાર્યકર્તાઓ (Congress Workers Gujarat) સાથે વાત કરતા જણાવ્યું કે, આપણી પાર્ટી ગુજરાતથી ઉદ્ભવી. મારા પરદાદા ગાંધીજી સાથે સંકળાયેલા હતાં.
કોંગ્રેસને પાંડવ અને ભાજપને કૌરવ ગણાવ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કહ્યું કે, તમારે સચ્ચાઈની લડાઈ લડવી હશે તો ચારથી પાંચ લોકોની જરૂર પડશે. તમારે સચ્ચાઈની લડાઈ લડવી છે કે જુઠ્ઠી? ગાંધીજીના ફોટો તરફ ઇશારો કરતા રાહુલે કહ્યું કે, સચ્ચાઈ આવી હોય છે. ગાંધીજીએ સચ્ચાઈના વિચારને આગળ લાવવા માટે મહત્વનું કામ કર્યું. ગુજરાત પાસે ગાંધીજીના વિચાર છે. દ્વારકા આવેલા રાહુલ ગાંધીએ કૃષ્ણનું એક ઉદાહરણ (shri krishna duryodhan samvad) પણ ટાંક્યું. તેમણે કહ્યું કે, કૃષ્ણએ પૂછ્યું હતું કે દુર્યોધન શું જોઇએ છે સૈનિક કે કૃષ્ણ? આ ઉદાહરણ ટાંકીને તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસને પાંડવ અને ભાજપને કૌરવ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, શ્રીકૃષ્ણ સત્ય સાથે હતા અને તેમની સેના જૂઠ સાથે હતી.
આ પણ વાંચો:LIVE : દેવભૂમિ દ્વારકા ખાતે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસની ચિંતન શિબિર
ભાજપનું નામ લીધા વગર કહ્યું - તેમની પાસે સેનારૂપે ED, CBI અને મીડિયા
ભાજપનું નામ લીધા વગર રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે પણ તેમની સાથે સેનારૂપે ED, CBI, મીડિયા તમામ છે. આપણી પાસે કશું નથી. તમારે સચ્ચાઈની લડાઈ લડવી હોય તો ચારથી પાંચ લોકોની જરૂર પડશે. 2022ની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને લઇને પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહીં. આ ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ. સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા. તેમણે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓને કહ્યું કે, તમે અહીં લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અહીંયા તોફાન લાવવા માટે 25-30 વ્યક્તિની જ જરૂર છે. ખાલી આપણે 25 લોકો મન બનાવી લઇએ તો ભાજપનો સફાયો થઈ શકે છે. મારે 25 પણ નહીં, 5 જ વ્યક્તિ જોઇએ છે. આ ભીડમાંથી જ 25 વ્યક્તિ શોધવાના છે.