દ્વારકાએ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાંથી એક છે. જેના કારણે અહીં લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે અહીં પ્રદૂષણ પણ વધુ માત્રામાં થાય છે. તેમાંય પ્લાસ્ટિકની થેલીઓનું મોટાપાયે વપરાશ થાય છે. આ પ્રદૂષણને અટકાવવા માટે થોડા મહિનાઓ અગાઉ રાજ્ય સરકારે 50 માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો ત્યારે પ્રતિબંધ બાદ પણ રાજ્યમાં આ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ ચાલી રહ્યો છે.
પ્રતિબંધિત પ્લાસ્ટિકને સંપૂર્ણ રીતે બંધ રકવા દ્વારકા નગરપાલિકા સજ્જ - polythene prohibition
દ્વારકાઃ યાત્રાધામ દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે નગરપાલિકા દ્વારા દંડો ઉગામવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા નિયમોનુસાર દંડની જોગવાઈ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી છે.
દ્વારકામાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટાપાયે ઉપયોગ થતો હોવાથી પ્રદૂષણનો પ્રશ્ન સર્જાઈ રહ્યો હતો. જેને દૂર કરવા માટે દ્વારકા નગરપાલિકા ફરી એકવાર કટિબધ્ધ થઈ નિયમોને કડકાઈ પૂર્વક અમલ કરવા માટે પહેલ કરાઈ છે. અહીં સ્થાનિકો પણ રોજ-બરોજના ઉપયોગમાં પ્લાસ્ટિકની થેલીઓને પ્રાધાન્ય આપે છે. જ્યારે યાત્રા અર્થે આવતા શ્રધ્ધાળુઓ પણ ક્યાંક પ્લાસ્ટિકનો વપરાશ કરે છે. તેવામાં તેમને રોકવા માટે પાલિકા દ્વારા સતર્ક થઈને પ્લાસ્ટિકના જથ્થાને 100 ટકા બંધ કરવા માટે કાયદાને આગળ કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા તમામ વેપારીઓને લેખિત તેમજ મૌખિક નોટીસ આપી કોઈ પણ વેપારી પ્લાસ્ટિકના ઝભલા અથવા કેરીબેગ વાપરવી હોય તો તેની નોંધણી કરવામાં આવશે. તેની ફી પેટે મહીને ચાર હજાર અને વર્ષે 48 હજાર રૂપિયા નક્કી કરાયા છે. નોંધણી વિના પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વિતરણ કરવામાં આવે તો સ્થળ ઉપર 48,000નો દંડ ફટકારવાની તૈયારી દર્શાવી છે.
ETV BHARATની ટીમે આજે વેપારીઓ સાથે વાતચીત કરતાં તેમાં જણાયું કે સરકાર પ્લાસ્ટિકના ઝબલા બનાવવાની મંજૂરી કેમ આપે છે? જો ઉપરથી પ્લાસ્ટિક બંધ થઈ જાય તો અહીં સુધી આવે જ નહીં.