- બે દિવસ વિનામૂલ્ય માસ્ક વિતરણ કરવામાં આવશે
- કોરોના અંગે લોકોને જાગૃત કરવાના પ્રયત્ન કરવામાં આવશે
- લોકોને 1500 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
આ પણ વાંચોઃ રાજકોટ શહેરમાં બપોર સુધીમાં કોરોનાના નવા 80 કેસ નોંધાયા
દ્વારકાઃ જિલ્લાના વડા મથક ખંભાળિયામાં છેલ્લા 10 દિવસથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. બુધવારે ખંભાળિયા પ્રાંત અધિકારી ડી. આર. ગુરવની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે પોલીસ, પાલિકા અને રેવન્યુ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. જેમા પ્રાંત અધિકારી ગુરવે ખંભાળિયા શહેરી વિસ્તારના કોરોના સંદર્ભે સાવચેતી, સલામતી તથા જાગૃતતા માટે ચર્ચા વિચારણા કરી હતી. જેના અનુસંધાને ખંભાળિયા પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા તથા કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય તથા વિવિધ કમિટીના ચેરમેનો તથા પાલિકા સદસ્યો અને પાલિકા ચીફ ઓફીસર અતુલચંદ્ર સિન્હા તથા પાલિકા ઈજનેર મુકેશભાઈ જાની સહિતનાઓએ ખંભાળિયાના મુખ્ય રસ્તાઓ ઉપર ફરીને લોકો તથા દુકાનદારોને 1,500 માસ્કનું વિનામૂલ્ય વિતરણ કર્યું હતું તથા જાગૃતતા માટે સૂચનો કર્યા હતા.