- હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી
- બે હિન્દુ-બે મુસ્લિમ સમાજના ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી
- ભાજપનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો
દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ હવે મતદાન આગામી 28 તારીખના રોજ યોજાનાર છે. ત્યારે શુક્રવારના રોજ ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભવ્ય જનસંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયામાં ભાજપના ઉમેદવાર દ્વારા વોર્ડ નં. 1ની જનસંપર્ક રેલી યોજાઈ હિન્દુ-મુસ્લિમ ભાઈ ભાઈના નારા સાથે યોજાઈ ભવ્ય રેલી
આ રેલી વોર્ડ નંબર 1 મત વિસ્તારમાં નીકળી હતી. જેમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ પર સ્થાનિકો દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. ખંભાળિયાના વોર્ડ નંબર 1માં આજ સુધી ભાજપ ક્યારેય વિજયી બન્યું નથી. ત્યારે આ વખતે ભાજપ દ્વારા બે હિન્દુ અને બે મુસ્લિમ સમાજના ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. લોકોનો બહોળી પ્રતિસાદ મળી રહ્યો છે, જેથી ભાજપનો વૉર્ડ નંબર 1માં ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.