ભાજપ શાસિત દ્વારકા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે બિનહરીફ વરણી - જ્યોતિબેન સામાણી
દ્વારકા નગરપાલિકાના પ્રમુખ પદ માટે 2017ની ચૂંટણી મુજબ અઢી વર્ષની ટર્મ રાખવામાં આવી હતી. જે પૂર્ણ થતા ભાજપ શાસિત દ્વારકા નગરપાલિકાના પ્રમુખ તરીકે મહિલા સભ્ય જ્યોતિબેન સામાણી અને ઉપપ્રમુખ પદે પ્રકાશભાઈ વાઘેલાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

ભાજપ શાસિત દ્વારકા નગરપાલિકાના પ્રમુખ તરીકે મહિલા સભ્ય જ્યોતિબેન સામાણી અને ઉપપ્રમુખ પદે પ્રકાશભાઈ વાઘેલાની બિનહરીફ વરણી
દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકામાં 7 વોર્ડ અને 28 સભ્યો ધરાવતી ભાજપ શાસિત નગરપાલિકા છે. દ્વારકામાં વર્ષે લાખો યાત્રાળુઓ અને રાજકીય નેતાઓના આવાગમન હોવાથી યાત્રાધામ દ્વારકા અને નગરપાલિકા ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.
દ્વારકા નગરપાલિકાના પ્રમુખ પદ માટે 2017ની ચૂંટણી મુજબ અઢી વર્ષની ટર્મ રાખવામાં આવી હતી, ત્યારે અઢી વર્ષ પૂર્ણ થતા દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જિતુભા માણેક અને ઉપપ્રમુખ પરેશભાઈ ઝાકરીયાએ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને ચાર્જ આપ્યો હતો.
ભાજપ શાસિત દ્વારકા નગરપાલિકાના પ્રમુખ તરીકે મહિલા સભ્ય જ્યોતિબેન સામાણી અને ઉપપ્રમુખ પદે પ્રકાશભાઈ વાઘેલાની બિનહરીફ વરણી