દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પી. એસ. જાડેજા જયારે કોગ્રેસમાં હતા, ત્યારે ભાજપ સરકારની કામ કરવાની નીતિ ઉપર અનેક સવાલો ઉઠાવીને તેમણે અનેક આરોપો મુક્યા હતા. આવા પ્રચારોની મદદથી તેઓ કોંગ્રેસની સીટ ઉપરથી દેવભૂમિ દ્વારકાની જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને જિલ્લા પંચાયતના પ્રમુખ બની ગયા હતા. જયારે ભાજપ પક્ષે તેમને ભાજપમાં આવવાનું આમંત્રણ આપ્યું, તે સ્વીકારીને તેઓ તરત ભાજપમાં ભળી ગયા હતા. ભાજપના ગુણગાન જાહેર સભાઓમાં કરતા અનેક લોકોએ તેમના પર સવાલો ઉઠાવ્યા હતા.
રાજકીય નેતાઓ સોશિયલ મીડિયા પર ખુલ્લા પડ્યા, જુઓ વીડિયો - BJP
દ્વારકાઃ લોકસભા 2019ની ચૂંટણી પહેલા કલર બદલતા રાજકીય નેતાઓ સોશિયલ મીડિયા પર ખુલ્લા પડ્યા છે. થોડા સમય પહેલા દેવભૂમિ દ્વારકામાં જિલ્લા પંચાયતનો કબજો મહા મહેનતે કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધો હતો. ત્યારબાદ ભાજપે નવી ચાલ રમી હતી. ભાજપે જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો પર કબજો લેવાનું શરુ કર્યું હતું અને તેઓ લગભગ સફળ પણ થયા હતા.

સ્પોટ ફોટો
રાજકીય નેતાઓ સોશિયલ મીડિયા પર ખુલ્લા પડ્યા
ભાજપમાં જવાનો નથી એવું મીડિયા સામે કહીને મીડિયાને ખોટું ઠેરવતા આ રાજકીય નેતાઓ રંગ બદલીને લોકો સામે આવતા લોકોએ સવાલો ઉઠાવ્યા ત્યારે તેઓ ગુસ્સે ભરાયા હતા.